Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ખેડા તાલુકામાં સાસરી પક્ષના સંબંધીએ યુવતીની હત્યા કરી દેતા ચકચાર

ખેડા: તાલુકાના ગોવિંદપુરા ગામની સીમમાંથી દોઢ મહિના અગાઉ મળેલ યુવતીની હત્યા કરેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રહેતી યુવતીના થોડાક સમય અગાઉ જામનગર જિલ્લાના જામપર ગામ ખાતે લગ્ન થયા હતા. પરંતુ યુવતીને તેનો પતિ પસંદ ન હોવાથી જે લોકોએ લગ્ન કરાવ્યા હતા તેઓ યુવતીને પરત તેના ઘરે મુકવા જઇ રહ્યા હતા. દરમ્યાન યુવતીએ રસ્તામાં પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપતા યુવતીના સાસરી પક્ષના સગાઓએ જ ગળે ટુંપો દઇ યુવતીની હત્યા કરી તેની લાસ ગોવિંદપુરા સીમમાં નાખી દીધી હોવાની ચોકાવનારી વિગતો પોલીસ તપાસમાં ખુલવા પામી છે. 
તા.૮ જુન ૨૦૧૮ના રોજ ખેડાના ગોવિંદપુરા ગામની સીમમાંથી પોલીસને એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી. આ લાશના ગળાના ભાગે બાંધેલી દોરી જોઇ શરૂઆતથી જ તેની હત્યા કરી હોવાની થીયરી પર પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ યુવતી કોણ છે, અને તેની હત્યા શા માટે કરવામાં આવી , કોણે તેની હત્યા રકી હશે? આ પ્રશ્નો પોલીસ માટે સોધવા એટલા માટે અઘરા હતા કારણકે યુવતીની કોઇ ઓળખ પોલીસ પાસે ન હતી. પોલીસે યુવીતના કપડા, તેના શરીર પર છુંદણાવેલા ટેટુ પરથી તેની ઓળખ શોધવાની શરૂ કરી. જે માટે પોલીસ પાસે આવતા ગુમ માણસોની ફાઇલો પણ પોલીસે શોધવાની શરૂ કરી હતી. ખેડા પોલીસ દ્વારા દોઢ મહિનાના સમય દરમ્યાન યુવતીની ઓળખ શોધવા માટે પાચ હજાર જેટલી ગુમ ફાઇલો તપાસવામાં આવી હતી. 

(5:18 pm IST)