Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આણંદમાં કામધંધા બાબતે પિતાએ ઠપકો આપતા પુત્રએ પિતાને ઢોરમાર માર્યો

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામે કળિયુગના પુત્રએ કામધંધા બાબતે પુત્રને ઠપકો આપતાં લાકડાના ડંડાથી માર મારીને ફેક્ચર કરી નાંખતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ ભાઈકાકા નગરમાં રહેતા મહંમદહુસેન ખલીફાનો પુત્ર સાબિરહુસેન છેલ્લા ંકેટલાય સમયથી કોઈ કામધંધો કરતો નહોતો અને રખડી ખાતો હતો જેથી આજે સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે તેઓએ ઠપકો આપતાં પુત્ર સાબીરહુસેન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને ઘરમાંથી લાકડાનો ડંડો લઈ આવ્યો હતો અને ડાબા હાથની કોણી ઉપર તેમજ માથા તથા કપાળના ભાગે મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. બૂમાબૂમ થતાં આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી મહંમદ હુસેનને છોડાવીને રીક્ષામાં આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. 
આ અંગે અલ્તાફહુસેન ખલીફાએ પિતાને મારનાર ભાઈ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.

(5:18 pm IST)