Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

બોરસદના નાપા તળપદમાં ઉછીના પૈસાની બાબતે ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

બોરસદ: તાલુકાના નાપા તળપદ ગામે એક વિદેશી દારૂના બુટલેગરે ઉછીના લીધેલા પાંચ હજારની પરત માંગણી કરનાર એકને અપમાનિત કરીને કાનના ભાગે બચકુ ભરી લઈને લોહીલુહાણ કરી દેતાં આ અંગે બોરસદ રૂરલ 
પોલીસે એટ્રોસીટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર નાપા તળપદની ભોજાવાળી તલાવડી પાસે રહેતા ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ રોહિતે ભવાનીપુરા વિસ્તારમાં રહેતા અને વિદેશી દારૂનું વેચાણ કરતા લલ્લુભાઈ બળદેવભાઈ પરમારને તેમની પુત્રીના લગ્ન પ્રસંગ નિમિત્તે પાંચ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જેની ઉઘરાણી કરતાં તેઓએ રૂપિયા પરત આપ્યા નહોતા જેથી આ અંગે ભાઈલાલભાઈએ બોરસદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. દરમ્યાન ગત ૧૦મી તારીખના રોજ ભાઈલાલભાઈ ખેતરેથી સાયકલ પર ઘર તરફ આવતા હતા ત્યારે બાઈક લઈને આવી ચઢેલા લલ્લુભાઈએ બાઈક ઉપર નાંખીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ગત ૧૩મી તારીખના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે ભાઈલાલભાઈ પોતાના ખેતરે હોય લલ્લુભાઈ ત્યાં આવી ચઢ્યો હતો અને તારી પાસે પૈસા ધીરવાનું લાયસન્સ છે કે તે મારી વિરૂધ્ધ ફરિયાદ કરી છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને અપમાનિત કરી જમણા કાન ઉપર બચરુ ભરી લીઘું હતુ. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો.

(5:18 pm IST)