Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગાંધીનગરમાં મહીલાઓ ઉમટીઃ ધરણા

મધ્યાહન ભોજન યોજના સંચાલકોનો ગાંધીનગરમાં મોરચો હજારોના ધરણાઃ મૂખ્યમંત્રીને આવેદનઃ મશ્કરી હવે બંધ કરો : સંચાલ NGO ને ન આપવા માંગણીઃ આમ છતા જામનગર પંથકમાં આવી ગતિવિધિ થઇ છેઃ ઉગ્ર વિરોધ...

મધ્યાહન ભોજન યોજનાના રાજયભરના સંચાલકોએ ગાંધીનગરમાં ધરણા યોજી-ઉગ્ર દેખાવો-સુત્રોચ્ચાર વ્યકત કરી, મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. (૬.૨૦)

રાજકોટ તા. ર૦ :.. ઓલ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોષી અને મહામંત્રી પ્રકાશચંદ્ર મોદીની ઉપસ્થિતીમાં આજે ગાંધીનગર ઘ-૩ ખાતે હજારો સંચાલકોએ ધરણા યોજી મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદન પાઠવી પડતર પ્રશ્નો અંગે તાકીદે નિર્ણય લેવા વિનંતી કરી હતી.

 

આવેદનમાં જણાવેલ કે નવુ મેનુ અમલમાં આવ્યું તેઓ સંખ્યાબંધ વીસગંતતાઓ છે, સમય નકકી કર્યો નથી, થેપલા-શુકીભાજી, તથા નાસ્તામાં ચણાચાટ આપવાના તે બાળકોના મશ્કરી સમાન છે, મહેનતાણમાં  રસોયાઓની ઘોર મશ્કરી છે, ટમેટા-ડૂંગળીના ભાવો, મરી-મસાલા જોતા ચણાચાટનો ખર્ચ જે અપાય છે તે પરવડે તેમ   નથી, દળામણમાં અપાતા ૯ પૈસા ભયંકર મશ્કરી સમાન છે, ગેસના બાટલાનો ભાવ આસમાને છે, એક લાભાર્થી માટે ૭પ પૈસાનો ગેસ એ કયાંનો ન્યાય, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ દર વર્ષે મભોયોમાં ૭ાા ટકાનો ખર્ચમાં વધારો કરવાની જોગવાઇ છે, બે વર્ષથી એ થયું નથી, સુખડીમાં પણ દર ગુરૂવારે ન પરવડે તેવા દર છે.,

અમને એડવાન્સ પેશગી દર મહિને ૧પ તારીખ પછી અથવા તો ર મહીનાની સાથે અપાય છે તે પોસાય તેમ નથી.

આવેદનમાં માંગણી કરાઇ છે કે,(૧) નવુ મેનુ આવવાથી અનાજ અને ખર્ચનું પ્રમાણ વધે છે અમારી માંગણી છે કે આ નવા મેનુંમૌ જે નાસ્તાની જોગવાઇ કરેલ છે તેના માટે અલગથી પેશગી તેમજ અલગથી અનાથના જથ્થાની ફાળવણી કરવામાં આવે અને નિયમિત અને પુરતા સમયમર્યાદામાં મળે એવી અમારી માંગણી છે.(૨) અમારા કર્મચારીઓને હાલમાં સાવ નજીવા અને મશ્કરી સમાન સંચાલકોને ૧૬૦૦ રસોયા તેમજ મદદનીશ ને ૧૪૦૦, ૫૦૦, ૩૦૦ ચુકવવામાં આવે છે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અને નામદાર સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ આ નવું મેનું આવવાથી અમારી કામની કલાક વધી ગયેલ હોય, સમાન કામ, સમાનવેતન મુજબ અમોને લઘુતમ વેતન આપવા અમારી માંગણી છે.(૩) ભારત સરકારની ગાઇડ લાઇન ૨૦૦૬ તથા નામદાર સુપ્રિમકોર્ટના આદેક મુજબ મધ્યાહન ભોજનમાં ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓને ગરમા ગરમ રાંધેલું ભોજન આપવાની જોગવાઇ છે જેથી આ યોજનાનું સંચાલન ગ્રામીણ વિસ્તારમાં સ્વેચ્છીક સંસ્થા (એનજીઓ) ને નઆપવા સુચન થઇ આવેલ છે તેમ છતા તારીખ ૧૭/૮/૨૦૧૮ ના રોજ દૈનિક સમાચારમાં જામનગર જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાને એનજીઓ (સ્વૈચ્છીક સંસ્થા) ને સોંપવા માટે ટેન્ડર બહાર પાડેલ છે જે ભારત સરકારની ગાઇડ લાઇન ૨૦૦૬ તથા નામદાર સુપ્રિમકોર્ટના આદેશનું ઉલ્લંઘન થતું હોય અમારી માંગણી છે કે કોઇપણ મધ્યાહન ભોજનના કેન્દ્રને એનજીઓને (સ્વૈચ્છીક સંસ્થા) ને  ન સોંપવા વિનંતી છે.

(4:13 pm IST)