Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગુજરાતમાં ૧૪૩૯ મતદાન મથકો ઉમેરાયાઃ કુલ ૫૧૭૦૩ મથકો

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૨૨૦૨ મતદાન મથકો રાજકોટ જિલ્લામાં: સૌથી ઓછા બોટાદમાં ૬૧૧ : રાજકોટમાં ૪૪, જુનાગઢમાં ૧૬, ગિર સોમનાથમાં ૨૫, અમરેલીમાં ૧૨, બોટાદમાં ૨૦, મોરબીમાં ૩૨, દ્વારકામાં ૧૭, જામનગરમાં ૩૭ મતદાન મથકો વધ્યા

રાજકોટ તા.૨૦: કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતમાં નવા પોલીંગ સ્ટેશન (મતદાન મથકો) ને મંજુરીની મહોર મારી છે. અગાઉ ૫૦૨૬૪ મતદાન મથકો હતા. હવે તેમાં ૧૪૩૯ના ઉમેરા સાથે રાજયમાં કુલ ૫૧૭૦૩ મતદાન મથકો થયા છે. ચૂંટણી પંચ દ્વારા સરેરાશ ૧૨૦૦ થી ૧૪૦૦ મતદારોની સંખ્યા ધ્યાને રાખીને મતદાન મથકો નક્કી કરવામાં આવે છે. ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવ્યું તેથી નવા મતદારો ઉમેરાતા મતદાન મથકોની સંખ્યામાં નો ૧૪૩૯ વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં ૪૪ મતદાન મથકો રાજકોટ જિલ્લામાં ઉમેરાયા છે. કુલ મતદાન મથકો ૨૨૦૨ થયા છે. મતદાન મથકો વધતા ચૂંટણી પંચે વધુ સ્ટાફને ફરજ સોંપવી પડશે.સૌરાષ્ટ્રમાં મતદાન મથકના ઉમેરાની આંકડાકીય માહિતી નીચે મુજબ છે. કોૈસનો આંકડો જિલ્લાના કુલ મતદાન મથકો દર્શાવે છે.

જિલ્લો

મત મથકો

સુરેન્દ્રનગર

૫૫ (૧૫૩૦)

મોરબી

૩૨ (૯૧૨)

જામનગર

૩૭ (૧૨૮૧)

દેવભુમી દ્વારકા

૧૭ (૬૬૦)

પોરબંદર

૨૪ (૪૮૯)

જુનાગઢ

૧૬ (૧૩૮૬)

ગિર સોમનાથ

૨૫ (૧૭૭૫)

અમરેલી

૧૨ (૧૪૨૭)

ભાવનગર

૪૭ (૧૮૭૦)

બોટાદ

૨૦ (૬૧૧)

રાજકોટ

૪૪ (૨૨૦૨)

(4:04 pm IST)