Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાની ત્રણ વર્ષ ગુન્હામાં ધરપકડઃ પાટીદારોમાં ભારે રોષઃ સરથાણામાં બીઆરટીએસ રૂટ પર ત્રણ બસના કાચ તોડયાઃ તંગદીલી

રાજકોટ, તા., ૨૦: સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાની ત્રણ વર્ષ જુના ગુન્હામાં ધરપકડ કરતા પાટીદારોમાં ભારે રોષ ફેલાયો છે. સુરતના સીમાડાના સરથાણામાં બીઆરટીએસ રૂટ પર ત્રણ બસના કાચ તોડયા હતા બસને નુકશાનના પગલે પોલીસ કાફલો દોડી ગયો છે.

આ અંગે મળતી વિગત મુજબ રાજદ્રોહના કેસમાં ફરાર અલ્પેશ કથીરીયાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ઉપવાસ દરમિયાન અલ્પેશ કથીરીયા ક્રાઇમ બ્રાંચના હાથે લાગી જતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો અલ્પેશ કથીરીયા વોન્ટેડ હોવાથી તેના જામીન રદ કરાયા છે.

સુરતના યોગી ચોકમાં બસમાં આગ વરાછા વિસ્તારમાં બસ સ્ટેન્ડ ઉપર તોડફોડની ઘટના બનતા પોલીસ કમિશ્નર શ્રી સતીષ શર્માએ તુરત પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

(3:46 pm IST)