Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

હાર્દિક પટેલ સહીત નવ લોકો સામે ગુન્હો દાખલ :ગેરવર્તુણક -ફરજમાં રુકાવટની કલમો લગાવાઈ

અમદાવાદ : પાસના સુપ્રીમો હાર્દિક પટેલ સહિત પાસ કન્વીનરો આજે રવિવારે નિકોલમાં પ્રતિક ઉપવાસ કરવાના હતા નિકોલ પાર્કિગમાં હાર્દિક પટેલ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાના હોવાથી પોલીસ તંત્ર તોડતું થયું હતું હાર્દિક પટેલ અને તેના સાથીઓ નિકોલ પહોંચે તે પહેલા જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને  હાર્દિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઇ હતી . પોલીસ દ્વારા હાર્દિક પટેલના 300જેટલા સાથીઓની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે આ ઉપરાંત ઉપવાસના સ્થળને લઇને અજમંજશ બાદ હાર્દિક પટેલ નિકોલ જવા માટે નીકળ્યો હતો. જેથી તેના નિવાસ સ્થાન બહારથી જ પોલીસે હાર્દિકની અટકાત કરી છે. અને હાર્દિકને ક્રાઇમ બ્રાન્ચ લવાયો છે.

  આ ઉપરાંત પાસ કન્વીનર ગીતા પટેલની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે હાર્દિક પટેલ સહિત 9 સામે ગુનો દાખલ કર્યો છે. ગેરવર્તણૂક અને ફરજમાં રુકાવટ બદલ હાર્દિક સહિત નવ લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

(7:06 pm IST)