Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમદાવાદમાં ત્રીજા દિવસે વરસાદનું જોર યથાવત:અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

અમદાવાદ :અમદાવાદમાં ત્રીજા દિવસે પણ જુદા જુદા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

 આજે સવારથી શહેરના સેટેલાઈટ, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ બોપલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

  અહેવાલો પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદી અમી છાંટણા શરુ થયા છે. શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 

હવામાન વિભાગે રાજ્યના 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, બરોડા, તાપી, મહેસાણા, જુનાગઢ, પોરબંદર, અમદાવાદ, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે અમરેલી, ભાવનગર, પંચમહાલ, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

(6:45 pm IST)