Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વરસાદની સીઝનમાં કીડી- મકોડાથી છુટકારો મેળવવા શું કરશો? :જાણો કેટલાક ઘેરેલું નુસ્ખાઓ

ફોટો kidi

અમદાવાદ :વરસાદની સીઝનમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં અને બગીચામાં આવતા કીડી મકોડાના કારણે કંટાળી જાય છે ઘરમાં જો વધારે પડતી કીડી-મકોડા હોય તો તમારા ઘરના રસોડામાં રાખેલી મીઠી અથવા નમકીન વસ્તુઓને ઝડપથી ખરાબ કરી નાખે છે.

  એવામાં કેટલાક ઘરેલૂ ઉપાયો છે જેની મદદથી તમે કીડી મકોડાથી સરળતાથી છૂટકારો મેળવી શકો છો.

  કીડીઓને ભગાડવા માટે લીંબુ ફાયદાકારક સાબિત થશે, જ્યાં પણ કીડીઓ દેખાય ત્યાં લીંબુનો રસ સ્પ્રે કરો. કીડીઓ ભાગી જશે. 

  હળદર પણ કીડીઓને ભગાડવામાં મદદરૂપ રહે છે. જ્યાં કીડીઓ દેખાય ત્યાં, હળદર પાઉડર સ્પ્રે કરો. કીડીઓ ભાગી જશે.

  જ્યાં તમને કીડીઓ દેખાય ત્યાં કોફીનો પાઉડર નાખી દો. તેનાથી પણ કીડીઓ ઘરની આસપાસ નહીં આવે. 

  સાબુને ઓગાળીને એક બોટલમાં ભરી લો અને જ્યાં પણ કીડીઓ દેખાય તેના પર સ્પ્રે કરો, ગણતરીના સમયમાં જ કીડીઓ ભાગી જશે. 

  સફેદ ચૂનાનો ચોક પણ કિડિઓને રોકવા માટે તેટલો જ કારગર સાબિત થાય છે

(9:08 am IST)