Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

CBSE ધોરણ 10 અને 12ના પરિણામો તૈયાર કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ: CBSEએ જાહેર કરી ડેડલાઇન

સીબીએસઈની તમામ પ્રાદેશિક કચેરીઓ બકરી ઈદ એટલે કે 21 જુલાઇએ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રાખશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી ધોરણ 10 અને 12માના પરિણામ તૈયાર કરવાની ડેડલાઇન જાહેર કરી છે. CBSEએ 22 જુલાઈ સુધી પરિણામ તૈયાર કરવાની ડેડલાઇનને લઇ નવી નોટિસ જારી કરી છે

  CBSE ધોરણ 10 અને 12ના પરિણામો તૈયાર કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2021 છે. CBSEએ જણાવ્યું કે સ્કૂલોને પણ ધ્યાન રાખવું જોઈએ કે સીબીએસઈની તમામ પ્રાદેશિક કચેરીઓ બકરી ઈદ એટલે કે 21 જુલાઇએ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહે, જેથી પરિણામની કામગીરી છેલ્લી તારીખ સુધીમાં પૂર્ણ કરી શકાય અને શાળાઓને મદદ મળે. CBSEને તેના કાર્યક્રમ મુજબ 20મી જુલાઈ સુધીમાં 10મા બોર્ડનું પરિણામ જાહેર કરવાનું હતું. જોકે હવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 10મા પરિણામ જાહેર કરવામાં હજી થોડા દિવસોનો સમય લાગશે.

CBSEનાપરીક્ષ નિયંત્રક (પટના) સંયમ મેનૂ ભારદ્વાજે જણાવ્યું હતું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે 12માનાં પરિણામ નક્કી કરેલા સમય પર કરી શકીશું. આ પ્રક્રિયામાં સ્કૂલોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણકે આ રીતે પ્રથમ વખત પરિણામ (CBSE Board Result 2021) ની તૈયારી ચાલી રહી છે. સીબીએસઇ તમામ શાળાઓને બેસ્ટ સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છે. સીબીએસઇ બોર્ડ 10માના પરિણામ 2021ના ચેક કરવા માટે તામરે તમારો જરૂરી રોલ નંબરની જાણકારી માટે પોતાની સંબધિત શાળાનો સંપર્ક કરવો. CBSE Board દ્વારા સ્કૂલના એકીકૃત મૂલ્યાંકન માટે એલઓસી જાહેર કરતા સમયેમંજૂરી આપવામાં આવી હતી.

(12:53 am IST)