Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ટેટ પાસ ઉમેદવારો ૪૦મી વખત સચિવાલય પર ઉમટ્યા

૩ વર્ષથી ભરતીની માગ કરતા ઉમેદવારોની ધીરજ ખૂટી : વિદ્યાસહાયકોની ૮૫૦૦ જેટલી જગ્યા ખાલી હોવા છતાં સરકાર નિમણૂક કરતી ન હોવાના ટેટના ઉમેદવારોનો આક્ષેપ

ગાંધીનગર , તા.૨૦ : છેલ્લા ત્રણ વર્ષથી ભરતીની માગ કરતા ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં રજૂઆત કરવા માટે સોમવારે ૪૦મી વખત સચિવાલય ઉમટ્યા હતા. વિદ્યાસહાયકોની ૮૫૦૦ જેટલી જગ્યા ખાલી હોવા છતાં સરકાર નિમણૂક કરતી નથી હોવાના ટેટના ઉમેદવારોએ આક્ષેપો કર્યા હતા. અહેવાલો અનુસાર, સ્વર્ણિમ સંકુલ ખાતે રજૂઆત કરવા આવેલા ટેટ- અને ટેટ-૨ના પુરુષ અને મહિલા ઉમેદવારોએ વહેલી તકે ભરતી માટે સરકારને અરજી કરી હતી.

ઉમેદવારો મુજબ અરજી કર્યા બાદ તેમને કહેવામાં આવ્યું હતું કે, વિદ્યાસહાયક માટે તેઓ લાયક છે અને રૂરી પરીક્ષા પાસ કરેલી છે. રજૂઆત કર્યા બાદ દર વખતે સરકારી તંત્ર ટૂંક સમયમાં ભરતીનો નિર્ણય કરશે તેવો જવાબ આપે છે. વખતે પણ હકારાત્મક જવાબ આપ્યો છે પરંતુ પછી નિમણૂંક મળતી નથી. જો હવે ભરતી નહીં કરાય તો વય મર્યાદા અને વેલિડિટીનો પ્રશ્ન પણ સર્જાશે. આટલા વર્ષથી લાયક હોવા છતાં ભરતી થતાં હવે સમાજમાં અમારી ગણના શિક્ષિત બેરોજગાર તરીકે થઈ રહી છે.

અગાઉ ૩૯ વખત પણ રજૂઆત કરવા છતાં પણ સરકારે ભરતી નથી કરી. જેથી નાછૂટકે સોમવારે મોટી સંખ્યામાં ઉમેદવારો સચિવાલય પહોંચી ગયા હતા. ઉમેદવારોએ આક્રોશ સાથે જણાવ્યું કે, શિક્ષિત બેરોજગારીને કારણે સામાજિક પ્રશ્નો પણ સર્જાઈ રહ્યા છે. ગાંધીનગર રજૂઆત કરવા આવવું હોય કેટલાક ઉમેદવારો પાસે ભાડું પણ નથી તેવી સ્થિતિ છે. સરકાર અંગે વહેલી તકે નિર્ણય કરે તો ઉમેદવારોને ફાયદો છે.

(7:37 pm IST)