Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વડોદરા સ્વીટી પટેલ ગુમ કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઈમબ્રાંચને સોંપાઈ

ડીવાસએસપી કક્ષાના અધિકારી કરશે. ગુજરાત ATS માત્ર ટેક્નિકલ સપોર્ટ કરશે.

અમદાવાદ : સ્વીટી પટેલ ગુમ કેસની તપાસ હવે માત્ર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. આ કેસની તપાસ ડીવાસએસપી કક્ષાના અધિકારી કરશે. ગુજરાત ATS માત્ર ટેક્નિકલ સપોર્ટ કરશે. આ ઉપરાંત પીઆઇ અજય દેસાઇનો ગાંધીનગર FSL માં નાર્કો ટેસ્ટ પણ આજે પુર્ણ થશે.

વડોદરા સ્વીટી પટેલ ગુમ કેસમાં પીઆઈ અજય દેસાઈને સોમવારે જિલ્લા પોલીસ ગાંધીનગર એફએસએલમાં લઈને આવી હતી. જયા પીઆઈના નાર્કો ટેસ્ટ કરવાની શરુઆત કરી હતી. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. પીઆઇ દેસાઇનો એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ ત્રણેય રિપોર્ટની રાહ પોલીસ જોઇ રહી છે. અત્રે નોંધનીય છે કે, આ ટેસ્ટ દરમિયાન તેને ભાવનાત્મક સવાલો પુછાયા હતા. કારણ કે દેસાઇ પોતે પણ પોલીસ અધિકારી છે તેથી તે તપાસ અંગે ઘણુ જાણતા હોવાથી તેમના ટેસ્ટમાં ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય કે, વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવનાર પીઆઇ દેસાઇની પત્ની સ્વીટી મહેન્દ્ર ભાઇ પટેલ 45 દિવસથી ગુમ છે. જિલ્લા પોલીસ દ્વારા અનેક પ્રયાસો અને અનેક સર્ચ ઓપરેશનો છતા પણ હજી સુધી તેની કોઇ ભાળ મળી નથી. હાલ તો સ્વીટી પટેલનાં 2 વર્ષનાં બાળક અને અટાલી ગામમાંથી મળેલા હાડકાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માટે મોકલી અપાયો છે. હાલ આ રિપોર્ટની પણ પોલીસ રાહ જોઇ રહી છે.

(7:14 pm IST)