Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા

અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કરાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા મંગળવારે ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા. અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના રસીકરણ, કોવિડ માટેના આરટીપીસીઆર - એન્ટીજન ટેસ્ટ સહીત કોરોનાને લગતી આવશ્યક સેવાઓ આપી રહેલા આરોગ્ય કર્મચારીઓનો લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા સન્માન કરીને ઉત્સાહ  વધારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લિઓ ક્લબ ઓફ વિરમગામના પ્રેસિડેન્ટ આદિત્ય મચ્છર, રીકીન પરીખ, ભાવેશ સરવૈયા, ગોકુલ પટેલ, નિલેશ રાણા, ડૉ.હેતા પટેલ, ડૉધારા પટેલ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(6:59 pm IST)