Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અમદાવાદમાં ચોરીના ગુન્હામાં ઝડપાયેલ સલીમ શેખ લોડીંગ રીક્ષા સાથે જુદા-જુદા વિસ્તારોમાં ફરીને બંધ મકાનોને નિશાન બનાવતોઃ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ

અમદાવાદ: પાલડીમાં દિન દહાડે થયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી દીધો છે. સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાંચે ટેમ્પા ચાલકની ધરપકડ કરી. ટેમ્પા ચાલકની પુછપરછ ચોરીના 14 ગુનાનો ભેદ ઉકેલાયો. ટેમ્પાની આડમાં ચોરીને અંજામ આપતો હતો. આ ટેમ્પાચાલક સલીમ ઉર્ફે ઝાકીર ખાન શેખ જેણે મજૂરીના નામે પોંશ વિસ્તારમાં અનેક બંધ મકાનોમાં લાખો રૂપિયાની ચોરી અંજામ આપ્યો હતો. આરોપી પોતાની લોડિંગ રિક્ષા લઈને મજૂર બનીને ફરતો હતો. બંધ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી રફુચક્કર થઈ જતો હતો. આજ પ્રકારે ધરણીધર દેરાસર નજીક એક ફ્લેટમાં વકીલના ઘરેથી 22 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જે સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પાનો નંબર મેળવી ટેમ્પા ચાલકની વટવાથી ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા આરોપી સલીમ શેખની મોડસ ઓપરેન્ડી વાત કરીએ તો પોશ વિસ્તારમાં લોડીંગ રીક્ષા સાથે અલગ-અલગ વિસ્તારમાં ફરી પૈસાદાર વ્યક્તિઓ રહેતા હોય તેવી સોસાયટી કે ફ્લેટ બંધ હોય ત્યાં રેકી કરતો હતો. તે બંધ મકાનમાં દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશી સોના દાઁગી અને રોકડની ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. બંધ મકાનમાં ચોરી કરવાની હોય તેની નજીક પોતાની લોડિંગ રિક્ષા પાર્ક કરી. ચોરી કર્યાનો મુદ્દામાલ લોડીંગ રીક્ષામાં મૂકી ફરાર થઈ જતો હતો.

આરોપી સલીમ ઉર્ફે ઈરફાન શેખ 3 વર્ષની અંદર 14થી વધુ ગુનાને અંજામ આપ્યો છે. જેમાં આરોપી સલીમ શેખ એલિસબ્રિજના ચોરીના ગુનામાં જેલમાંથી બહાર આવતા જ આ 14 જેટલા ચોરીના ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. જો કે પાલડી, વેજલપુર અને કલોલ સીટી બંધ મકાનમાં ચોરી ફરીયાદ થઈ છે. આરોપી સલીમ શેખ ટેમ્પાની આડમાં ઘરફોડ ચોરી કરતો હોવાનું કબૂલાત કરી છે. સાથે જ આરોપી પોલીસના હાથે ઝડપાઈ નહીં તે માટે ટેમ્પાનો નંબર પ્લેટ ન  દેખાય તે રીતના રાખતો હતો. જો કે પોલીસ તપાસમાં ટેમ્પાનો માલિક બીજૉ હોવાનું સામે આવ્યું છે...પરતું હાલ આરોપી સલીમ શેખ વધું પુછપરછ શરૂ કરી છે.

(5:20 pm IST)