Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્‍ચે બનાસકાંઠામાં એક સાથે 52 બીએસએફ જવાનોને કોરોનાઃ સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્‍કૂલમાં ક્‍વોરન્‍ટાઇન કરાયા

બનાસકાંઠા: ગુજરાતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યાં કોરોના વિસ્ફોટ થયો છે. બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મગી ગઈ છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 52 BSF જવાનો કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ 443 BSF જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. નવા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 24 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ બનાસકાંઠામાં બહારથી આવેલા જવાનોથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં 52 કેસ આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. 

(5:18 pm IST)