Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વડોદરાના આજવા રોડ નજીક ત્રણ અલગ અલગ વ્યક્તિના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ખરીદી કરનાર ગઠિયાની 13 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી

વડોદરાઃ ત્રાહિત વ્યકિતના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ધૂમ ખરીદી કરનાર ગઠિયો ૧૩ વર્ષ બાદ ઝડપાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,આજવારોડ ખાતે ભાડાના મકાનમાં રહેતા મોહંમદ સમસૂલ અબ્દુલ જબ્બાર અંસારી (તિરૃપતિ નગર,ઉન પાટીયા,સુરત) એ ત્રાહિત વ્યક્તિના ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રૃા.૮૯ હજારની ખરીદી કરી હતી.

મો.સમસૂલ ત્યારબાદ સુરત ભાગી ગયો હતો.વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેની તપાસ કરી જૂના ગુનામાં અટકાયત કરી છે.આરોપી અગાઉ વાડી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુનામાં પણ પકડાયો હતો.

(4:59 pm IST)