Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વડોદરામાં ટ્રેકટર ટ્રેલરમાં ચોરખાનું બનાવીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે એક શખ્સની ધરપકડ કરી

વડોદરા: જિલ્લામાં ટ્રેક્ટર ટ્રેલરમા ચોરખાનું બનાવી દારૃની થતી હેરાફેરી પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે બે શખ્સો ભાગી જતા તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક આવેલા દોડકા ગામે રહેતો અર્જૂન જેરાભાઇ માળીએ છોટાઉદેપુરથી દારૃનો જથ્થો મંગાવ્યો છે અને બે શખ્સો ટ્રેકટરમાં મહાપુરાથી મોક્સીરોડ તરફ જવાના છે તેવી બાતમીના આધારે ભાદરવા પોલીસે મોક્સી ગામે સિકોતર માતાના મંદિર નજીક ગઇ રાત્રે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું ટ્રેક્ટર આવતા પોલીસે તેને કોર્ડન કરી રોકવા જતા ડ્રાઇવર સીટ પાસે બેસેલો એક શખ્સ ભાગી ગયો હતો જો કે તેનો મોબાઇલ નીચે પડી જતા પોલીસે કબ્જે લીધો હતો.

ટ્રેક્ટર ચલાવનાર ઝડપાયેલા શખ્સનું નામ પૂછતા જગદીશ ગમજી રાઠવા (રહે.જુડાવાંટ, તા.છોટાઉદેપુર) તેમજ ભાગી ગયેલો શખ્સ સમસા કનીયાભાઇ રાઠવા (રહે.બોડગામ, તા.છોટાઉદેપુર) જાણવા મળ્યું હતું. ટ્રેક્ટરના ટ્રેલરમાં તપાસ કરતા એક ચોરખાનું મળ્યું હતું. આ ખાનામાં છુપાવેલી દારૃની ૩૬૦ બોટલો મળી હતી. પોલીસે કુલ રૃા.૪.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

(4:58 pm IST)