Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મેઘરજમાં જુના બજાર વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલ અથડામણમાં પથ્થરમારો થતા 4 ઈજાગ્રસ્ત

મેધરજ: તાલુકામાં ધામક લાગણીને દુભાવવાની આશંકાથી રવિવારે સાંજે જૂના બજાર વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણથી તેમાં સોડાની કાંચની બોટલોઈંટપથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ અથડામણમાં ૪ જેટલા લોકો ને ઇજા પહોંચી હતી ત્યારે પોલીસે સમગ્ર સ્થતિ પર કાબૂ મેળવી ઘટના સ્થળે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ૩૫ જેટલા શખ્સો સામે મેંધરજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવીછે અને આગામી સમયમાં બકરા ઈદ આવતી હોવાથી નગરના સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોછે

મેઘરજ નગરમાં રવિવારે બે જુથો વચ્ચે અથડામણ થઇહતી જેમાં ૪ શખ્સોને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના સંદર્ભે સામ સામે ફરીયાદો નોધાઇ છે જેમાં સોનુકુમાર રમેશભાઇ પ્રજાપતિ ઉ.વર્ષ.૧૯ની ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે તા.૧૬/૭/૨૦૨૧ નારોજ સોનુના વોટસેપ ઉપર તેના મિત્રએ વિડીયો નાખ્યો હતો. જેમાં અન્ય સમાજની લાગણી દુભાઇ હોવાની આશંકાને પગલે બે શખ્સોએ સ્ટેટસ ડિલીટ કરાવ્યું હતું.

(4:51 pm IST)