Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ધો. ૩ થી ૮ ની એકમ કસોટીનો પ્રારંભ

ર૩ જુલાઇ સુધી ચાલશે : અગાઉના વર્ષના શિક્ષણને ધ્યાને રાખી પ્રશ્નપત્રો કઢાશે

રાજકોટ, તા. ર૦ : ગુજરાત રાજયમાં હાલ શાળા કક્ષાએ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહ્યું છે. ગુજરાતમાં આજથી ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનો પ્રારંભ થયો છે.

શિક્ષણવિભાગ દ્વારા ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનો આજે મંગળવારથી પ્રારંભ થયો. આ એકમ કસોટી ર૩ જુલાઇ સુધી યોજવામાં આવશે. વિદ્યાર્થીઓને ઉતરવહીમાં જવાબો લખ્યા બાદ ૩૦ જુલાઇ સુધીમાં ઉતરવહીઓ શાળામાં જમા કરાવવાની રહેશે. એકમ કસોટીના પ્રશ્ન પત્રો અગાઉના વર્ષના લર્નિંગ આઉટ કમ્સને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવશે. ધો. ૮ ના વિદ્યાર્થીઓ માટે ધો. ૭ ના લર્નિંગ આઉટ કમ્સના આધારે પેપર તૈયાર કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોવિડ-૧૯ સમય દરમિયાન વર્ષ ર૦ર૧-રર ના નવા શૈક્ષણિક સત્રમાં રાજયની શાળાઓમાં ગત વર્ષની જેમ વિવિધ માધ્યમથી હોમ લર્નિંગની પ્રક્રિયા અમલમાં છે. હોમ લર્નિંગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઇ-ર૦ર૧ માં રાબેતા મુજબ લેવાનાર  સામયિક મુલ્યાંકન કસોટી અંગે કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે. જેથી જુલાઇ માસમાં ધો. ૩ થી ૮ માં ૧૬ જેટલા વિષયની કસોટી યોજવામાં આવનાર છે.

(12:52 pm IST)