Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને ફરી ચોમાસું સક્રિય

અમદાવાદ : સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગ મુજબ, ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે

  દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.  મધ્ય ગુજરાતમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો પ્રેશર સર્જાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે વરસાને લઈ આગાહી કરતા જણાવ્યું કે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરતાના અન્ય જિલ્લાઓ જેવા કે મહેસાણા,મહીસારગ, અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી શકે છે.

(11:39 am IST)