Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પ્રિયજનની યાદ અપાવશે વેબસિરીઝ 'છેલ્લી ચા'

હારિતઋષિ પુરોહિતની આગામી ગુજરાતી વેબ સિરીઝ 'છેલ્લી ચા' વર્લ્ડ ફિલ્મ કાર્નીવલ- સિંગાપોરમાં ઓફિશ્યિલ સિલેકશન : અભિનેતા વિરાજ પાટડીયા અને મનાલી જોશી મુખ્ય પાત્રમાં: સંગીત જયદીપ રાવેલ પિરસ્યુ

રાજકોટઃ આ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વસ્તરની ફિલ્મો અને વેબસીરીઝ રજુ થતી હોય છે. જેમાં 'છેલ્લી ચા' એ સૌ પ્રથમવાર કોઈ ગુજરાતી વેબ સિરીઝ પસંદ પામી છે.

વારંવાર થતા લોકડાઉનથી મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. થિએટરના વિકલ્પે ઘર બેઠા મળતા ડિજિટલ પ્લેટફોર્મને દર્શકો પ્રાધાન્ય આપતા થઈ ગયા છે. હવે, નકલી ગાળા- ગાળી, હિંસક દ્રશ્યો, અનૈતિક સંબંધો અને સતત દારૂ, જુગાર જેવા અસામાજિક તત્વોને દર્શાવતી વેબ સિરીઝમાંથી મોટા ભાગનો વર્ગ વિમુખ થઈને પારિવારિક કે સામાજિક કન્ટેન્ટ જોતો થઈ ગયો છે. પ્રિયજન સાથે બેસીને રોમેન્ટિક વેબ સિરીઝ જોતા જોતા કિંમતી પળો વિતાવી ટ્રેન્ડ બની ગયું છે.

દેશ- વિદેશમાં ફિલ્મ ક્ષેત્રે કાર્યરત હારિઋષિ પુરોહિતે નવોદિત અભિનેતા વિરાજ પાટડીયા અને મનાલી જોશીને લઈને 'છેલ્લી ચા' વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. ગુજરાત- મુંબઈના ખ્યાતનામ સિનેમેટોગ્રાફર કશ્યપ ત્રિવેદીએ ખૂબસૂરતીથી કેમેરા વર્ક કર્યું છે. ટેલેન્ટેડ એડિટર અભિષેક મસોયા છે.

અનેક ફિલ્મ અને સીરીયલમાં સંગીત આપનાર જયદીપ રાવલ તેમજ મરીઝ સાહબની એક સુપ્રસિધ્ધ ગઝલને રિક્રિએટ કરવામાં આવી છે. રંગમંચમાં કામ કરેલ અનેક અભિનેતા જેવા કે ઓમ ભટ્ટ, ઉત્સવી, હેમાંગ શાહ, હિતેન આડેસરાએ સહાયક ભૂમિકા ભજવી છે. હારિતઋષિ પુરોહિતને આપણે તો ધીરૂભાઈને એમેઝોન પ્રાઈમમાં ગુજરાતી ફિલ્મોની ટર્નિંગ પોઈન્ટમાંની એક ગણવામાં આવે છે. તેમજ તેમને સ્ક્રિપ્ટ માટે ઈટાલી, લોસ એન્જલ્સમાં એવોર્ડ મળી ચુકયો છે અને વર્ષ ૨૦૧૭માં તેમની બંને ફિલ્મોને સાઉથ એશિયાની ફિલ્મ બાઝાર ઈવેન્ટની વિડિઓ લાયબ્રેરીમાં સ્થાન મળ્યું છે.

તાજેતરમાં જ દુબઈમાં ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ અને ટિમને લઈને એડ કેમ્પેઈનસ શૂટ કર્યા છે કે જે લંડન ઓસ્ટ્રેલિયા, દુબઈમાં પ્રસારીત થયા છે.

સેવન્થ સેન્સ કોન્સેપટ્સના બનેર હેઠળ 'છેલ્લી ચા'ના નિર્માતા કુણાલ બી છે કે જેમને એનક એડ  ફિલ્મ, કોર્પોરેટ વિડિઓ બનાવ્યા છે. 'છેલ્લી ચા' નજીકના સમયમાં જ એક મોટા ડિજિટલ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.

(11:36 am IST)