Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં ઝાડા,ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો

મેલેરિયાના 40, ઝેરી મેલેરિયાના 3, ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા

અમદાવાદ :ચોમાસાની શરુઆત થતાની સાથે જ અમદાવાદમાં ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં મેલેરિયાના 40, ઝેરી મેલેરિયાના 3, ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળાના કેસ, ટાઇફોડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા છે. જેમાં દરિયાપુર, બહેરામપુરા, રખિયાલ અને ગોમતીપુરમાં કમળાના કેસો નોંધાયા છે. આ વિસ્તારોમાં સાફ-સફાઈની અને પોલ્યુશનની પણ કેટલીક ફરિયાદો આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે.

આ એકમોને સાફ-સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે કે બિન જરૂરિયાત પાણી ન ભરાવા દે તે માટે પણ ધ્યાન આપવામાં આવે ખાસ કરીને બેજમેંટમાં પાણી ભરાય છે તે યોગ્ય રીતે નિકાલ કરે જેથી આવી જગ્યાઓ પર મચ્છર બ્રિડિંગના મૂકે.

(12:24 am IST)