Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજ્યમાંથી કોરોના વિદાય લેવાની તૈયારીમાં : 22 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી

અમદાવાદ ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ શૂન્ય કેસ

અમદાવાદ : રાજ્યમાંથી કોરોના વિદાય લેવાની તૈયારીમાં છે આજે માત્ર નવા 24 કેસ સામે 74 દર્દીઓ સજા થયા હતા. 22 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી 

 આજે અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી કોઈ નવો કેસ નોંધાયો નથી

 જ્યારે અમદાવાદ ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ શૂન્ય કેસ રહ્યા છે.

(9:44 pm IST)