Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેંક કાર્યરત

કોવિડ - 19નાં દર્દીઓને "પ્લાઝમા થેરેપી"નાં ઓફ લેબલ યુઝ સારવાર આપી શકાશે

 

અમદાવાદ : કોરોનાના  કપરાકાળમાં, જ્યારે કોરોનાની કોઇ માન્ય રસી એટલે કે વેક્સિન હજુ સુધી શોધી શકાય નથી, ત્યારે કોરોનાનાં કહેરને ડામવા માટે વિશ્વભરમાં અલગ - અલગ થિયોરી પર કામ કરવામાં આવી રહ્યું છે. આવા કપરા કાળમાં "પ્લાઝમા થેરેપી" એક માત્ર જીવંત અને મહત્મ આંશે સફળ થયેલ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. આજ કારણોથી ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિક્લ રીસર્ચ દ્વારા પણ "પ્લાઝમા થેરેપી"ને ઓફ લેબલ થેરેપી તરીકે વપરવાની ભલામણો કરવામાં આવી છે.

એસ વી પી હોસ્પિટલ દેશની સૌ પ્રથમ હોસ્પિટલ છે કે, જ્યાં "પ્લાઝમા થેરેપી" અંગેનો માન્ય ટ્રાયલ ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિક્લ રીસર્ચ દ્વારા શરુ કરવામાં આવેલ છે. અને તેના પરિણામો પણ ટુંક સમયમાં ઉપલબ્ધ હશે.

કોરોનાનાં લાખો દર્દીઓની સઘન અને સુલભ સારવાર માટે સદાય અગ્રેસર આવી એસ વી પી હોસ્પિટલ ખાતે કોવિડ - 19નાં દર્દીઓને "પ્લાઝમા થેરેપી"નાં ઓફ લેબલ યુઝ સારવાર આપી શકાય અને દર્દીઓનો જીવ બચાવી તેને સ્વસ્થ કરી શકાય તેવા ઉમદા હેતુ માટે "પ્લાઝમા બેંક" ઉભી કરવામાં આવી છે. બેંકમાં માન્યતા પ્રાપ્ત પ્લાઝમા ડોનર દ્વારા ડેનેટ પ્લાઝમાં સ્ટોર કરવામા આવે છે અને તેનો ઉપયોગ હોસ્પિટલાઇઝ દર્દીઓનાં ત્વરીત ઇલાજ માટે કરવામાં આવે છે.

એસ વી પી હોસ્પિટલ દ્વારા અહીં "પ્લાઝમા બેંક"માં પ્લાઝમા ડોનેટ કરનાર ડોનરોને પ્રોત્સાહન રુપે સર્ટીફિકેશન અને તેના સહિત તેના ફેમિલાનાં ચાર સભ્યો સુધીનાં ને 6000થી વધુ કિંમત છે તેવા "Whole Boady CheckUp" - પૂર્ણ શારિરીક પરિક્ષણને તદ્દન મફત સુલભ કરાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એસ વી પી હોસ્પિટલનાં બે ડોક્ટરો દ્વારા અહીં બે-બે વખત પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું છે. સમાન્ય રીતે 15 દિવસનાં અંતરે પ્લાઝમા ડોનેટ કરી શકાય છે અને આવી રીતે આપણે પણ કોઇ કોરોનાનાં દર્દીઓનું દુખ દુર કરવામાં આપણો ફાળો આપી શકીએ છીએ. જો આપ પણ આવુ કરી કોરોના સામેની લડાઇમાં તમારુ યોગદાન આવપા ઇચ્છીત હો તો, jigna.usd@svphospital.com અથવા 079- 26435000 - Extn 110123 કે પછી મોબાઇલ નંબર - 9510214660 પર સંપર્ક કરી શકો છો....

 

(12:14 am IST)