Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

વડોદરામાં સાવલી તાલુકાના વિસનગરમાંથી ફરાર થયેલ સગીર પ્રેમી પંખીડાની ભરૂચમાંથી અટકાયત કરવામાં આવી

સાવલી: તાલુકાના વિસનગર ગામેથી ફરાર થઇ ગયેલા સગીર પ્રેમી પંખીડા ભરૃચ જિલ્લામાંથી ઝડપાઇ ગયા હતાં. ઘેરથી ભાગીને બંનેએ અલગ સંસાર વસાવવાનું નક્કી કરી ઘર પણ ભાડે રાખી કમાવાનું પણ શરૃ કર્યુ હતું.

અંગેની વિગત એવી છે કે વિસનગર ગામમાં રહેતું દંપતી ખેતરમાં કામ કરવા માટે  તા.૨૫ ફેબુ્રઆરીના રોજ ગયું હતું ત્યારે ઘરમાં ૧૭ વર્ષની પુત્રી બપોરે ગુમ થઇ ગઇ હતી. સાંજે જ્યારે દંપતી ઘેર પરત ફર્યુ ત્યારે પુત્રી ઘેર જણાઇ હતી અને તપાસ કરતા તેને ૧૭ વર્ષનો એક યુવક ભગાડી ગયો હતો તેમ જાણવા મળતા સગીરાની માતાએ યુવક સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

સ્થાનિક પોલીસ બંનેની શોધખોળ કરતી હતી ત્યારે જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમી મુજબ ભરૃચ તાલુકાના નિકોરા ગામે ટાંકીવાળા ફળિયામાં તપાસ કરતા બંને સગીરો ઝડપાઇ ગયા હતાં. પોલીસે બંનેની પૂછપરછ કરતા બંને સગીરો  એકબીજાના ગાઢ પ્રેમમાં હતા તેમજ સંબંધીઓ પોતાને અપનાવે નહી તેમ હોવાથી બંને ઘેરથી ભાગી ગયા  હતાં અને ત્યાંથી  નિકોરા ગામે આવી એક ભાડાનું મકાન રાખી રહેવાનું શરૃ કર્યું હતું.

(5:18 pm IST)