Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પાંડેસરામાં નજીવી બાબતે હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને મળી સજા

સુરત: પાંચેક વર્ષ પહેલાં પાંડેસરા ગણેશકૃપા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ વિસ્તાર પાસે નજીવી તકરારમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને એડીશ્નલ સેશન્સ કોર્ટે ગુનામાં દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને હત્યાના પ્રયાસ બદલ ૧૦ વર્ષની કેદ, રૂ.૨૦ હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.પાંડેસરા ગણેશકૃપા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ નજીક આવેલી મૂતરડી પાસે લઘુશંકા કરવાના મામલે આરોપી રાહુલ સેન્ડી તથા દિપક પ્રધાન વચ્ચે બોલાચાલી થઇ હતી. નજીવી બાબતની તકરારમાં ઉશ્કેરાઈને આરોપી રાહુલ સેન્ડીએ ચપ્પુ કાઢીને દિપક પ્રધાનની છાતીના ડાબા ભાગમાં જીવલેણ ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ અંગે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આજે આ કેસની અંતિમ સુનાવણીમાં કોર્ટે રેકર્ડ પરના પુરાવાને ધ્યાને લઈ ફરિયાદપક્ષે એપીપી અરવિંદ વસોયાની રજૂઆતોને માન્ય રાખી આરોપી રાહુલ સેન્ડીને હત્યાના પ્રયાસ બદલ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનાર ફરિયાદીના મર્મ ભાગ પર ચપ્પુનો જીવલેણ ઘા મારીને મોત નિપજાવવાનો ગંભીર ગુનો આચર્યો છે.

(4:33 pm IST)
  • શીલા દિક્ષીતજીના અવસાનથી દુઃખ અનુભવું છું : દિલ્હીના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન હતું : દિલ્હીના પૂર્વ ચીફ મિનિસ્ટર શીલા દીક્ષિતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રદ્ધાંજલિ : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું access_time 8:38 pm IST

  • શ્રાવણના દરેક સોમવારે તાજમહેલમાં શિવસૈનિકો આરતી ઉતારશે : સિકયુરીટી વધારી દીધી : શિવસેનાએ જાહેર કર્યુ છે કે આગામી ૨જી ઓગષ્ટથી શરૂ થઈ રહેલ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ઉ.પ્ર.ના જગપ્રસિદ્ધ તાજમહેલમાં શિવસૈનિકો આરતી કરશેઃ આ જાહેરાતના પગલે તાજમહેલ ફરતી સિકયોરીટી વધારી દેવામાં આવી છેઃ શિવસૈનિકો આરતી કરવામાં સફળ રહેશે તો મોટી ધમાલ સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે access_time 1:08 pm IST

  • સોનભદ્ર જવા પ્રિયંકા મક્કમ :જમીન લેવા કર્યો ઇન્કાર :કહ્યું જેલમાં જઈશ ;સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જતા પ્રિયંકા ગાંધીના કફલને અટકાવ્યો :નારાયણપુરા પોલીસ સ્ટેશન પાસે પ્રિયંકાના કાફલાને રોક્યો access_time 1:29 am IST