Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

નર્મદાનું પાણી રોકવાની મધ્યપ્રદેશની ધમકી સામે ગુજરાત કોંગ્રેસ મૌન : ભરત પંડ્યા

કોંગ્રેસીઓ પ્રિયંકાની સાથે રહેવાના બદલે નર્મદા પ્રશ્ને ધરણા કરે

અમદાવાદ, તા. ર૦ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નર્મદા મુદ્દે ધરણાં/આંદોલન સંદર્ભમાં ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએં જણાવ્યું હતું કે, કોંગ્રેસને કયા મુદ્દે આંદોલન કે ધરણાં કરવા જોઈએ તે માટેની સમજણ હાસ્યાસ્પદ અને દયાજનક છે. કોંગ્રેસના ધરણાંમાં મૃત્યુ પામેલ સાથે સંવેદના કે લાગણી નહીં અને માત્ર શ્રીમતી પ્રિયંકા વાડ્રાની સાથે ગુજરાત કોંગ્રેસનાં નેતાગીરી ઉપસાવવાના હેતુવાળા પાટીયા દેખાય છે. ગુજરાત કોંગ્રેસે અત્યારે શ્રીમતી પ્રિયંકા વાડ્રાની સાથે રહેવાના બદલે મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી નહીં છોડવાની ચિમકી આપવાની સામે ગુજરાતના ખેડૂતોની પડખે રહેવા માટે ધરણાં કરવાની જરૂર હતી. કોંગ્રેસ હંમેશા ગુજરાત કે પ્રજાના મુદ્દા લેવાને બદલે ગાંધી પરિવારની પડખે રહીને તેમની નેતાગીરી બનાવવાનાં જ પ્રયાસોમાં જ રહેતી હોય છે. યુ.પી.માં બે જૂથ વચ્ચેના જમીનના ઝદ્યડામાં જે હત્યાઓ થઈ છે તેને ભાજપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. યુ.પી.ના મુખ્યમંત્રીશ્રી યોગીજીએ જે તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે અને ગુનેગારોને પકડી લીધાં છે અને વધુ ઉશ્કેરાટ કે તોફાન ન થાય તે માટે ૧૪૪દ્ગક કલમથી માંડીને જરૂરી કાયદાકીય પગલાં લીધાં છે. કોંગ્રેસના શ્રીમતિ પ્રિયંકા વાડ્રાને પણ પીડિત લોકોને મળવા માટેની યોગ્ય સમયે વ્યવસ્થા કરી આપી છે. હવે, કોંગ્રેસ પ્રિયંકા વાડ્રાને મુદ્દે શેનું આંદોલન કરે છે ?. કોંગ્રેસ માત્ર પ્રજામાં ઉશ્કેરાકટ અને વેરઝેર ફેલાવીને ગાંધી પરિવારની નેતાગીરી ઊભી કરવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.

શ્રી પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી નર્મદાનું પાણી રોકવાની ચિમકી આપે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ બેઠાં છે તે સમજાતું નથી. નર્મદાના મુદ્દે ગુજરાત કોંગ્રેસનું મૌન એ ગુજરાત અને ગુજરાતના ખેડૂતાના હિત વિરોધી માનસિકતા બતાવે છે. ઙ્ગએકબાજૂ ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા પાણી માટે, વરસાદ માટે ભગવાનને હવન,પ્રાર્થના-પુજા કરી રહ્યાં છે અને બીજીબાજૂ ગુજરાત કોંગ્રેસ પ્રિયંકા વાડ્રાની નેતાગીરી માટે ધરણાં કરી રહી છે.

(3:56 pm IST)