Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પશુપાલન-ડેરીઓના વિકાસ માટે વિધાનસભા ગૃહમાં રૂ.૫૩૨.૪૨ કરોડની જોગવાઇઃ કુંવરજીભાઇ

આટકોટ તા.૨૦ : પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ છે કે ગુજરાત રાજ્યના આર્થિક અને સામાજીક વિકાસમાં પશુપાલન અને ડેરીક્ષેત્રનું આગવુ પ્રદાન છે.

વિધાનસભા ગૃહમાં પશુપાલન અને ડેરી વિકાસને રૂ. ૫૩૨.૪૨ કરોડની અંદાજપત્રીય જોગવાઇઓ પરની ચર્ચામાં મંત્રીએ જણાવ્યુ હતુ કે ખેડુતોની આવકમાં પશુપાલન થકી થતી આવકનો હિસ્સો દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો વધુ છે. તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે વર્ષ ૨૦૦૨-૦૩ થી ૨૦૧૭-૧૮ના પંદર વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના દુધ ઉત્પાદનમાં સારેરાંશ ૮.૧૯ ટકાનો વાર્ષિક વધારો અને રા્યની માથાદીઠ દુધ ઉપલબ્ધતામાં પણ ૨૪૩ ગ્રામનો વધારો થયેલો છે.

બાવળીયાએ જણાવ્યુ કે ભારત સરકાર દ્વારા ગત વર્ષે પશ્ચિમ ઝોનમાં ગુજરાત રાજ્યને પશુપાલન ક્ષેત્રમાં  મળેલ ''બેસ્ટ પર્ફોમીંગ સ્ટેટ'' પુરસ્કાર તેમજ તાજેતરમાં જ ગુજરાત રાજ્યને સમગ્ર દેશમાં ''બેસ્ટ એનિમલ હસબન્ડરી સ્ટેટ''ના પ્રાપ્ત  થય.લો છે.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે પશુ સંવર્ધનની અધ્યતન ટેકનોલોજી આધારીત ''સેકસડ સીમેન ડોઝ''ના ઉપયોગને રાજ્યને પ્રોત્સાહીત કરવાની દિશામાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની પ્રથમ  કેબીનેટમાં પશુઓના ખરવા-મોવાસા રોગ અને બ્રુસેલોસિસ રોગને કેન્દ્ર સરકારશ્રીના ૧૦૦ ટકા આર્થિક સહયોગ થકી દેશમાંથી  નાબુદ કરવા માટે લીધેલ ઐતિહાસિક નિર્ણયની વિગતો પણ રજુ કરી હતી.

મંત્રીએ જણાવ્યુ કે, ૪,૪૯૭ પશુ આરોગ્યવાળાના આયોજન માટે રૂ. ૪૪૯.૭૦ લાખની જોગવાઇ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે  રૂ. ૨,૭૬૩ લાખની જોગવાઇ, ''કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨''ની સેવા રૂ. ૧,૫૪૫.૪૨ લાખની જોગવાઇ, જાતીય આરોગ્ય સારવાર કેમ્પના આયોજન માટે કુલ રૂ. ૨૦૮.૭૭ લાખની જોગવાઇ, કામધેનુયુનીવર્સિટી માટે કુલ રૂ. ૩૧૨૯.૯૫ લાખની જોગવાઇ, પશુપાલન શીબીરો, પશુ પ્રદર્શન હરીફાઇ, રાજ્ય્યાપી દુધ ઉત્પાદન હરીફાઇ, અશ્વશો, શ્રેષ્ઠ પશુપાલકોને સ્વરોજગારી હેતુ ૧૨ દુધાળા પશુના ફાર્મની સ્થાપના માટેની સહાયની યોજના માટે રૂ. ૧૩,૪૫૫.૦૦ લાખની જોગવાઇ, સૌરાષ્ટ્ર  અને કચ્છ વિસ્તારના ડેરી ઉદ્યોગને વિશિષ્ટ સહાય પુરી પાડવા રૂ.૨૫૦૦.૦૦ લાખની જોગવાઇ જેવી અગત્યની જોગવાઇઓ કરી છે.

(3:36 pm IST)