Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આજથી બે દિવસ દક્ષિણ - મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદ પડશેઃ સૌરાષ્ટ્રમાં કાલે અને સોમવારની આગાહી

રાજકોટઃ  લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી હવે ચોમાસુ ફરી સક્રિય બની રહ્યાની અને શનિવાર તથા રવિવાર એમ આગામી ૨ દિવસ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે તેવી સત્તાવાર જાહેરાત હવામાન તંત્ર દ્વારા ગઈમોડી સાંજ કરવામાં આવી હતી. જયારે સૌરાષ્ટ્રમાં કાલે અને સોમવારે હળવાથી મધ્યમ વરસાદ પડશે.પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર ઉપર મહારાષ્ટ્રના દરિયા કિનારે સમુદ્રની સપાટીથી ૩.૧ થી૩.૬ કિમિ ઉપરના સ્તરે અપર એર સકર્યુલેશન સર્જાતા ભારે વરસાદના સંજોગો સર્જાયા હોવાનું જાહેર થયું છે.દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રાજકોટ ખાતે સૌથી વધુ સવા ઇંચ-૨૯ મીમી સાથે ૧૪ જિલ્લાના ૨૩ તાલુકામા હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ મોસમનો ૨૪.૧૬ ટકાજેટલો વરસાદ નોંધાયો છે, કચ્છમાં સૌથી ઓછો માત્ર ૬.૨૭ ટકા પડ્યો છે.

(2:38 pm IST)