Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

નડ્ડાજીએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી : હજારો કાર્યકરોએ સ્વાગત અભિવાદન કર્યું

અમદાવાદ :  સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા તેમના વિરાટ વ્યક્તિત્વને છાજે તેવી તેમની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં કરવામાં આવ્યું છે.આજે સવારે ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ  જે.પી.નડડાજીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાજપાના કાર્યકરોએ તેમનું સ્વાગત-અભિવાદન કર્યું હતું.આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાષ્ટ્રોય સહ-સંગઠન મહામંત્રી વી.સતીશજી,પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી,પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,સાંસદઓ,ધારાસભ્યશ્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:44 pm IST)
  • રાજકોટમાં અસહ્ય બફારા બાદ બપોર પછી ધીમી ધારે વરસાદ શરૂ access_time 3:56 pm IST

  • પાકિસ્તાનની અવળચંડાઈ ચાલુ :ફરીવાર સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન :જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું :પાકિસ્તાને મોર્ટારમારો કર્યો :સરહદી ગામડાને નિશાન બનાવ્યા access_time 1:32 am IST

  • શ્રાવણના દરેક સોમવારે તાજમહેલમાં શિવસૈનિકો આરતી ઉતારશે : સિકયુરીટી વધારી દીધી : શિવસેનાએ જાહેર કર્યુ છે કે આગામી ૨જી ઓગષ્ટથી શરૂ થઈ રહેલ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ઉ.પ્ર.ના જગપ્રસિદ્ધ તાજમહેલમાં શિવસૈનિકો આરતી કરશેઃ આ જાહેરાતના પગલે તાજમહેલ ફરતી સિકયોરીટી વધારી દેવામાં આવી છેઃ શિવસૈનિકો આરતી કરવામાં સફળ રહેશે તો મોટી ધમાલ સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે access_time 1:08 pm IST