Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આરોપીઓનું સૌરાષ્ટ્ર કનેકશન ખુલ્યું: જામનગરના ગૌરવ સાપોવડીયા તથા રાજકોટના સંદીપ મારકણા સહિત ૪ની સઘન પૂછપરછ

કૌભાંડના અમલીકરણ માટે પોલેન્ડથી સ્પાઇવેર પેન ડ્રાઇવ મેળવેલી : કોમ્પ્યુટરની માસ્ટર ડીગ્રી ધરાવતા યુવાન દ્વારા પોતાના જ્ઞાનનો દુરૂપયોગ કરી અમદાવાદ આરટીઓમાંથી ૧ર૦ લાયસન્સો મેળવવાના કૌભાંડમાં નવો ધડાકોઃ અમદાવાદ સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ સંયુકત પોલીસ કમિશ્નર જે.આર.મોથલીયા, ડીસીપી રાજદીપસિંહ ઝાલા, એસીપી જે.એમ.યાદવ, પીઆઇ વી.બી.બારડ તથા પીએસઆઇ એ.આર.મહીડા ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ર૦: અમદાવાદના આરટીઓ કચેરીના સારથી-૪ સોફટવેરના  આઇડી પાસવર્ડ મેળવી એ પાસવર્ડ સોફટવેરમાં લોગીન કરી ૧ર૦ જેટલા ડ્રાઇવીંગ લાયસન્સ પાછલી તારીખમાં બનાવાના ચકચારી કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની તપાસમાં આરોપીઓનું પગેરૂ રાજકોટ અને જામનગર સુધી નિકળવા સાથે સમગ્ર કૌભાંડના અમલીકરણ માટે યુ-ટયુબમાંથી જાણકારી મેળવી સ્પાઇવેર સોફટવેર પોલેન્ડથી ઓનલાઇન પેન ડ્રાઇવ મંગાવી અમલીકરણ થયાનો ધડાકો થયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ સંયુકત પોલીસ કમિશ્નર જે.આર.મોથલીયા, ડીસીપી રાજદીપસિંહ ઝાલા તથા એસીપી જે.એમ.યાદવ અને પીઆઇ વી.ડી.બારડ તથા પીએસઆઇ એ.આર.મહીડા દ્વારા ચાલતી આ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મુખ્ય સુત્રધાર એવો યુવાન ગૌરવ સાપોવડીયા  આરટીઓને લગતું જ કામકાજ કરે છે. તેણે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશનનો અભ્યાસ કર્યો હોવાથી પોતાના ટેકનીકલ જ્ઞાનનો દુરપયોગ કરી કૌભાંડનું અમલીકરણ કરેલ.

આરોપી ગૌરવે પોલેન્ડથી મંગાવેલી પેન ડ્રાઇવ આરોપી જીજ્ઞેશ મોદી કે જે ડ્રાઇવીંગ સ્કુલ ચલાવે છે અને સહેલાઇથી આરટીઓ ઓફીસમાં પ્રવેશી શકે છે તેવા યુવાનને આપતા તેણે સીસ્ટમમાં લગાડી યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી લીધેલા.

એ યુઝર આઇડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી જામનગરથી બેકલોગ (પાછલી તારીખ)થી એન્ટ્રી કરી હતી અને ત્યાર બાદ આરોપી જીજ્ઞેશ તથા સંકેત રફાલીયા પાસે લાયસન્સ હોલ્ડરની એડ્રેસ ચેન્જ અને ડુપ્લીકેટ લાયસન્સની અરજી કરી અમદાવાદ પુર્વના વસ્ત્રાલ આરટીઓમાંથી લાયસન્સ મેળવેલા હતા. આરોપીઓએ લાયસન્સ માટે ૬પ૦૦ થી લઇ ર૦ હજાર સુધીની રકમ મેળવતા હતા.

દરમિયાન નાતાલની રજા દરમિયાન કોઇએ પ્રવેશ કરી ગેરકાયદે પાસવર્ડ દ્વારા ૧ર૦ બેકલોગ એન્ટ્રી કરી લાયસન્સ મેળવ્યાનું ધ્યાને આવતા એ આરટીઓ પ્રિતેશકુમાર સોલંકીની ફરીયાદ આધારે તપાસ કરી આઇપી લોગનું એનાલીસીસ તથા ડ્રાઇવીંગ લાયસન્સ હોલ્ડરની પુછપરછ કરતા જામનગર અને રાજકોટનું કનેકશન નિકળ્યું હતું. પીએસઆઇ એ.આર.મહીડાની ટીમે જામનગર ખાતેથી ગૌરવ સાપોવડીયા તથા રાજકોટથી સંદીપ જી. મારકણા સહિત ૪ને ઝડપી લીધા હતા.

(11:41 am IST)
  • જિયોએ વધુ એક સીમાચિહ્ન સર કર્યું: પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1,090 કરોડ જીબી ડેટાનો વપરાશ થયો: કાર્યકારી આવક 11,679 કરોડ : મહિનામાં સરેરાશ માથાદીઠ વપરાશ 11.4 જીબી અને મહિને યુઝરદીઠ સરેરાશ વોલ્ટવોઇસનો વપરાશ 821 મિનિટ: વ સબસ્ક્રાઇબરની સંખ્યામાં મોટો વધારો, મહિને સરેરાશ 11 મિલિયિન સબસ્ક્રાઇબર ઉમેરાયાં access_time 9:07 am IST

  • મુકેશ અંબાણીએ સતત ૧૧ વર્ષથી પગાર વધારો નથી લીધોઃ વર્ષે રૂ. ૧પ કરોડનો પગાર લ્યે છેઃ ર૦૦૮-૦૯ માં તેમનો પગાર અને ભથ્થા રૂ. ૧પ કરોડ નકકી થયા હતા access_time 3:24 pm IST

  • હવે તેઓ આઈસીસીની કોઈ ટુર્નામેન્ટમાં રમી નહિં શકે અને તેમના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે : ઓલરાઉન્ડર સોલોમન માયરે રિટાયરમેન્ટ લઈ લીધુ access_time 2:37 pm IST