Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ડીસા પંથકમાં પરણીતાને લેવા પિયરિયાએ બે ગાડી લઈને પહોંચ્યા જબરજસ્તીથી લઇ જવાતા ધોકા-લાકડી ઉલાળ્યા

બંનેએ પ્રેમલગ્ન કરતા યુવતીના પરિજનો નારાજ ;પરાણે પાછી લેવા જતા ઉગ્ર ઘર્ષણ

 

ડીસા તાલુકાના માળી પરિવારના યુવક અને ચૌધરી સમાજની યુવતિ વચ્ચે પ્રેમ થતા લગ્ન કરી લીધા બાદ નારાજ યુવતિના પરિવારજનો ગાડીઓ લઇ યુવતિના સાસરીયાના ઘેર પહોંચી જયાં યુવતિને પોતાની સાથે લઇ જતા દરમ્યાન ઉગ્ર ઘર્ષણ થયુ હતુ

  . યુવતિના પરિવારજનો તરફથી આવેલા ઇસમોએ ધોકાવાળી કરી હતી. યુવતિના સાસરીયાવાળા ઘાયલ થતા હોસ્પિટલ ખસેડી ફરીયાદ દાખલ કરાઇ હતી. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.

  અંગેની વિગત મુજબ ડીસા તાલુકાના રમૂણ ગામની મંજુબેન ચૌધરીએ વાસણા ગામે રહેતા પ્રશાંત રમેશભાઈ માળી સાથે પ્રેમલગ્ન કર્યા છે. પછી પરિણીતા તેના સાસરે વાસણા ગોળીયા ગામે રહેવા આવી ગઇ હતી. જેનાથી નારાજ બની યુવતિના પરિવારજનો બે ગાડીમાં સાત માણસો સાથે લાકડી તથા પાઇપો લઈ આવ્યા હતા. જયાં પરિણીતા પાસે આવી તેને જબરજસ્તીથી ખેંચી ગાડીમાં બેસાડવા પ્રયત્ન કર્યો હતો. જેથી પરિણીતાએ બૂમાબૂમ કરતા તેના પતિ સાસુ અને સસરા દોડી આવ્યા હતા.

દરમ્યાન ગાડીમાં આવેલા ઇસમો અને યુવતિના સાસરી પક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી બાદ ઉગ્ર ઘર્ષણ થયુ હતુ. ઇસમોએ લાકડી અને ધોકા વડે યુવતિના સાસરીયાઓને માર મારતા ઘાયલ થયા હતા. મારામારીને પગલે નજીકના લોકો એકઠા થઇ જતા યુવતિને લેવા આવેલા ઇસમો ગાડી મુકી ભાગી ગયા હતા. પછી યુવતિએ ગાડીમાં આવેલા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા પોલીસે તજવીજ હાથ ધરી છે.

(11:32 pm IST)
  • સોનભદ્ર હત્યાકાંડના પીડિતો સાથેની મુલાકાત બાદ પ્રિયંકાએ 26 કલાકના ધરણાં પુરા કર્યા : મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક મદદનો વિશ્વાસ અપાવ્યો access_time 7:50 pm IST

  • રાજકોટમાં અસહ્ય બફારા બાદ બપોર પછી ધીમી ધારે વરસાદ શરૂ access_time 3:56 pm IST

  • બેંગલુરુમાં મટનના નામે વેચાઈ છે કૂતરાઓનું માંસ !!:બેંગ્લુરુમાં શ્વાનના માંસ અંગે કહેવાય છે કે કુતરાઓને કસાઇખાનામાં કપાવાઈને હોટલો અને મટનની દુકાનોમાં વેચાઈ રહ્યું છે: વાસ્તવમાં બેંગ્લુરમાંરેજિડેન્ટ વેલ્ફેર એસો,એ તામિલનાડુની એક એજન્સીને કુતરાઓને હટાવવા કોન્ટ્રાકટ આપ્યો છે :દાવો કરાયો છે કે આ કુતરાઓને કાપીને માંસ વેચાઈ છે access_time 1:26 am IST