Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ઇંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે નવસારીનો અજય મિસ્ત્રી

અજય મિસ્ત્રીને શાળાઓમાં તેમજ ખેલમહાકુંભમાં રાજ્ય લેવલે સુવર્ણ પદક હાંસલ

 

નવસારી :નવસારી શહેરનો ઝૂડો પ્લેયર અજય મિસ્ત્રી કોમન વેલ્થ ગેમ્સમાં સિલેક્ટ થતા ગોલ્ડ મેડલની આશા જાગી છે ૨૦૧૨ ના ઝુંડોની શરૂઆતથી અવિરત અજય રહેલો ૨૨ વર્ષીય અજય મિસ્ત્રી શાળાઓમાં તેમજ ખેલમહાકુંભમાં રાજ્ય લેવલ પર સુવર્ણ પદક ગળામાં ધારણ કરી ચુક્યો છે અને ઝુંડોની સ્પર્ધામાં ભારતભરમાં બ્રોન્ઝ મેળવીને પોતાની આવડત છતી કરી છે જેને લઈને અજય વિજયી થવાની આશા સાથે કોમન વેલ્થમાં સિલેક્ટ થતા આકરી તાલીમો લઈને હરીફને પરાસ્ત કરવા કમરકસી રહ્યો છે

 

કોમન વેલ્થ ગેમ્સમાં ૩૫થી વધુ દેશના હટ્ટા કટ્ટા સ્પર્ધકો સામે આપણા નવસારી જિલ્લાંનો અને ગુજ્જુ ગણાતો સાહસી યુવાન સ્પર્ધામાં આકરી કસોટીઓ વાળી કસરત અને સમય આપી રહ્યો છે જેમાં કોઈ કસર બાકી રહે તે માટે શાળાના કોચ ની સતત નજર હેઠળ ઝુંડોની તાલીમ લઇ રહ્યો છે નવસારી જિલ્લાના ઝુંડોના જન્મ દાતાની ટાટા બોયસ શાળાનો વિદ્યાર્થી હોવાથી પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે
દક્ષિણ ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લાની પવનવેગી સરિતા ગાયકવાડે રમતની દુનિયામાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતનું સન્માન વધાર્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના વધુ એક નવસારી જિલ્લાના યુવાનની લંડનમાં રમાવા જય રહેલી કોમન વેલ્થમાં સિલેક્શન થતા પંથકનો હીરલો ઝુડોની દુનિયાનો બાદશાહ બને એના પર મીટ મંડાઈ છે

 

(1:24 am IST)