Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

નંદાસણ ખાતે 50 કરોડના ખર્ચે નિર્મિત ઓવર બ્રિજનું નીતિનભાઈ પટેલના હસ્તે લોકાપર્ણ

અમદાવાદથી પાલનપુર હાઈવે પર અવરજવર કરતા વાહનચાલકોને હવે સરળતા રહેશે

 

મહેસાણા: મહેસાણા અમદાવાદ હાઇવે પર નંદાસણ પાસે ઓવર બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું  50 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો છે નંદાસણ પાસે વર્ષોથી ટ્રાફિક જામ સર્જાતું હતું બ્રીજના લોકાર્પણ બાદ અહીંની ટ્રાફિકની સમસ્યા હલ થશે તો અમદાવાદથી પાલનપુર હાઈવે પર અવરજવર કરતા વાહનચાલકોને હવે સરળતા રહેશે

  નાયબ મુખ્યમંત્રીએમાકાર્ડ અને માં અમૃતમ કાર્ડના મામલે કહ્યું કે અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાકાર્ડ ધારક સાથે પૈસા લેવાની ફરિયાદને પગલે તપાસમાં પૈસા લેતી હોસ્પિટલના મામલે હોસ્પિટલોનેમાકાર્ડની  નિદાન પર સસ્પેન્ડ કરાઈ હતી. અને હોસ્પિટલ તંત્ર દ્વારા માફી માગી હતી. જનહિત માટે તે હોસ્પિટલોને ફરીમાકાર્ડ ધારકોના ઈલાજ કરવા માન્યતા અપાઈ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

વિધાનસભાના સત્ર પૂર્ણ થયા બાદ વિજયભજૈ  રૂપાણી સરકારની મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા હોવાથી મામલે પણ નીતિન પટેલએ માહિતી આપી હતી. જેમાં અંગે મંત્રી મંડળનું વિસ્તરણએ રાષ્ટ્રીય નેતાગીરી,રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી કક્ષાએ જે નિર્ણય લેવાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. લોકાર્પણના કાર્યક્રમમાં સ્થાનિક સરપંચો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહીને  નવીન પુલના મામલે નીતીન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો

(12:53 am IST)