Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

૧૨૦ બોગસ લાયસન્સ ઈશ્યુ કરનાર ચારની થયેલી ધરપકડ

વસ્ત્રાલ આરટીઓમાં બનેલી ઘટનાથી ચકચાર : સારથી ૪ સોફ્ટવેરમાં ચેડાં કરી બોગસ લાયસન્સ ઇશ્યુ

અમદાવાદ, તા.૧૯ : વસ્ત્રાલ આરટીઓમાંથી ખોટી ૧૨૦ જેટલી બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઈશ્યુ કરનાર ચાર શખ્સની અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે. ચાર આરોપીઓની ધરપકડ અને સમગ્ર કૌભાંડને લઇ આરટીઓ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને વસ્ત્રાલ અને સુભાષ બ્રીજ ખાતેની મેઇન આરટીઓ કચેરીમાં આ સમાચારને લઇ ભારે ચર્ચા જાગી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ૨૦૧૮ની નાતાલની રજા દરમ્યાન વસ્ત્રાલ આરટીઓમાં સારથી ૪ સોફ્ટવેરમાં ચેડાં કરી ૧૨૦ જેટલી બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઇશ્યુ થયા હતા. જેમાં સાયબર ક્રાઈમની ટીમે જીગ્નેશ ઉર્ફે લાલો હરેશ મોદી (અમદાવાદ), ગૌરવ હાપવડીયા (જામનગર), સંદિપ દામજીભાઈ મારકણા (જામનગર) અને સંકેત મનસુખભાઈ રફાળીયા (અમદાવાદ)ની ધરપકડ કરી છે. આરોપી ગૌરવ આરટીઓને લગતું કામ કરે છે. બેકલોગ એન્ટ્રીનો જાણકાર હોઇ પોલેન્ડથી સ્પાયવેરની પેન ડ્રાઈવ મંગાવી જીગ્નેશને આપી હતી. જીગ્નેશે આ પેન ડ્રાઈવ આરટીઓમાં કામ કરતા અધિકારીના કોમ્યુટરમાં નાખી યુઝર આઈડી પાસવર્ડ લઈ લીધો હતો.

બાદમાં ગૌરવને મોકલી આપતો હતો. ગૌરવ જામનગરથી બેકલોગમાં એન્ટ્રી કરી અને જીગ્નેશ અને સંકેત પાસે લાયસન્સની અરજી કરાવતો હતો. ટુ વહીલર, થ્રી વહીલર સહિત લાયસન્સ માટે રૂ.૬૫૦૦થી ૨૦,૦૦૦ સુધીની રકમ લાયસન્સ કઢાવનાર પાસે આરોપી પડવાતાહતા. આ સમગ્ર કૌભાંડને લઇ હવે પોલીસે તપાસ તેજ બનાવી છે અને આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગતોનો ખુલાસો થાય તેવી શકયતા છે.

(8:14 pm IST)
  • સોનભદ્ર જવા પ્રિયંકા મક્કમ :જમીન લેવા કર્યો ઇન્કાર :કહ્યું જેલમાં જઈશ ;સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જતા પ્રિયંકા ગાંધીના કફલને અટકાવ્યો :નારાયણપુરા પોલીસ સ્ટેશન પાસે પ્રિયંકાના કાફલાને રોક્યો access_time 1:29 am IST

  • નાગ મિસાઈલનું ટેસ્ટિંગ સફળ ;રાજનાથસિંહે આપ્યા અભિનંદન :ડીઆરડીઓ દ્વારા નિર્મિત મિસાઈલનું પરીક્ષણ સફળ ;થર્ડ જેનરેશન ગાઇડેડ એન્ટી મિસાઈલ નાગનું ઉત્પાદન આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે access_time 1:26 am IST

  • સરદાર સરોવર- નર્મદા ડેમને ૬.૫ નો મહા ભૂકંપ આવે અને કેન્દ્રબિંદુ ૧૨ કિમિ રેડીઅસમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો આવે તેમ નથી: એસએસએનએલએલની સ્પષ્ટતા access_time 8:56 pm IST