Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ૨ હોસ્‍પિટલ સહિત ૧૭૦ દુકાનો ફાયર સેફ્ટીના અભાવે સીલ

સુરત: તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા એક પછી એક કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે મોડી રાત્રે ઉધનામા આવેલી પાર્ક અને વર્ધમાન હોસ્પિટલ સહિત 170 જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરવામા આવી હતી.

સુરત તક્ષશિલા અગ્નિકાંડ ઘટના બાદ ફાયર અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શાળા, ક્લાસીસ, કોમ્પલેક્ષ સહિત એક પછી એક દુકાનોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે મોડી રાતે ઉધના વિસ્તારમા આવેલા મહાલક્ષ્મી આર્કેટની વર્ધમાન અને પાર્થ હોસ્પિટલ સહિત 170 જેટલી દુકાનોને સીલ મારવામા આવી હતી.

બંને હોસ્પિટલમા સારવાર લઇ રહેલા દર્દીઓને સહીસલામત રીતે બહાર સહીસલામત રીતે કાઢી હોસ્પિટલને પણ સીલ મારવામા આવી હતી. અગાઉ તમામને ફાયર સેફટી અંગે નોટિસ પાઠવવામા આવી હતી. તેમ છતા ફાયર સેફટીના સાધનો નહિ લગાવવામા આવતા દુકાનો સીલ કરવામા આવી હતી.

(5:08 pm IST)