Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોર જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ

અમદાવાદ: મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મહત્વનું છે, કે એક માસ પહેલા મૃતક જવાનના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહિદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કુડા ગામે રહેતા ગરીબ પરિવારને પોતાનો પુત્ર શહીદ થયાના સમાચાર સાંભળતાંજ તેવો ભાંગી પડયા હતા. શહીદ જવાનના પરિવારમાં માતા, પિતા,ભાઈ અને બહેન તથા માત્ર એક માસ પહેલાં લગ્ન કરેલ પત્ની તમામ ઘેરા શોકમાં સરી પડયા હતા. કુડા જેવા ગામમાં ભારે ઘેરા શોકની લાગણીમાં ગ્રામજનો ડુબી ગયા હતા.

શહીદ થયેલા જવાનના પિતાએ ખેતમજુરી કરી બંન્ને પુત્રોને ભણાવતા હતા જયારે એક પુત્ર પ્રવિણજી આર્મીમાં નોકરી મળતાં પરિવાર અત્યંત આનંદમય જીવન પસાર કરતો હતો. ઉપરાંત બીજો પુત્ર જોરાજી કે જે હાલ અભ્યાસ સાથે સાથે આર્મીમાં જોડાવા માટેની તૈયારી પણ કરી રહ્યો છે. પરિવારને પોતાનો પુત્ર પ્રવિણજી શહિદ થયાના સમાચાર મળતાંજ પરિવારના માથે આભ તુટી પડયુ હતુ.

શહીદ પ્રવિણજીના પિતા ખેતરમાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારને રહેવા માટે માત્ર એક ઝૂપડુ છે. પરિવારને પ્રવિણજી આર્મીમાં લાગ્યા બાદ પરિવારને આર્થીક રીતે ટેકો થતાં પરિવાર ખુશી ખુશી જીવન જીવી રહ્યા હતા.

(5:03 pm IST)