Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સોની યેયનો સુપરકિડ કિકો અમદાવાદમાં : બાળકો ખુશ

સુપરકિડ કિકોએ બાળકો સાથે ધમાલમસ્તી કરીઃ પેપર બોટ શીખવાડી, ધમાલમસ્તી કરી ભરપૂર મનોરંજન કરતા બાળકો ઝુમ્યા : બાળકોએ દિવસ યાદગાર બનાવ્યો

અમદાવાદ, તા.૨૦: સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયાની બાળકોની મનોરંજન ચેનલ સોની યેય!નો કિકો હાલમાં દુનિયાના હેરિટેજ શહેરમાંથી એક અમદાવાદમાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં આ મોસમમાં મર્યાદિત વરસાદ પડ્યો હોવા છતાં સોની યેય! શહેરના ભાનવર રાઠોર ડિઝાઈન સ્ટુડિયો ખાતે બાળકો સાથે મુલાકત કરી હતી અને બાળકો સાથે ધમાલ-મસ્તી કરી તેમને મોજ કરાવી હતી. બાળકો પણ તેમના સુપરકિડ કિકો સાથે મોજમસ્તી કરી ખુશી સાથે ઝુમી ઉઠયા હતા. સોની યેયની ટીમ અને સુપરકિડ કિકો માટે બાળકોને ભરપૂર મનોરંજન કરાવવા અને અમદાવાદ શહેરના વરસાદનો જાદુ પાછો લાવવા જાણે આ શહેરની મુલાકાતે આવી હતી. પાણીથી ભરેલી ગલીઓ, પડેલાં ઝાડ, અટકેલો ટ્રાફિક, ભીનાં કપડાં અને ગુમ છત્રીઓ- કવિતાઓ અને ફિલ્મી ગીતોમાં આવું છાશવારે સાંભળવા અને જોવા મળે છે, પરંતુ તેમાંથી કશું જ આ શહેરમાં મોન્સૂનનો ચાર્મ લાવતું નહોતું. જોકે દર વર્ષે આ મોસમ થોડાં થોડાં વાદળાં સાથે થોડી ખુશી લાવે તે નહીં માણવાનું કોઈ પાસે કારણ નહીં હોવું જોઈએ. ડિઝાઈન સ્ટુડિયો સાથે ચેનલનું સુપર કિડ પાત્ર કિકોએ બાળકોને આ મોસમમાં પણ ઉત્તમ ઉજવણી કઈ રીતે કર શકાય તે બતાવ્યું હતું. મોન્સૂનમાં પેપરની નૌકા પ્રતીકાત્મક હોય છે અને બધા જ બાળકોને તે ગમે છે તેથી ચેનલે તેમની સાથે આ ખુશી નિર્માણ કરી હતી. કિકો બાળકોને પેપર બોટનું તેમનું વર્ઝન નિર્માણ કરવા માટે શીખવતો જોવા મળ્યો હતો. બાળકો સાથે આ મોજમસ્તીભર્યો રંગીન દિવસ હતો. તે પિક્ચર ક્લિક કરો, ડાન્સ કરતો અને બાળકો સાથે અવિરત મનોરંજન કરતો જોવા મળ્યો હતો. બાળકોના ચહેરા પર મોટું સ્મિત ખરેખર અસલ હતું અને દરેક માટે આ અવસર યાદગાર બની રહ્યો હતો. બાળકો ઉપરાંત શિક્ષકોએ પાત્ર સાથે ઉત્તમ સમય વિતાવ્યો હતો.

(9:53 pm IST)