Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

દહેગામ પોલીસે બાતમીના આધારે 2 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

દહેગામ:પોલીસને બાતમી મળી હતી કે, બાયડ તરફથી એક સિલ્વર કલરની એસએક્સ -૪ ગાડીમાં દારૃભરેલો છે અને દહેગામ તરફ આવી રહી છે. બાતમીના આધારે ડી સ્ટાફના પો.કો. અજમલભાઇ ગુંજનભાઇ અવિનાશભાઇ સહિતના સ્ટાફ દ્વારા બાયડ ચોકડથી બાયડ તરફ જવાના ત્રણ રસ્તે ખાનગી વાહનોમાં વોચ રાખી હતી. બાતમી મળેલી ગાડી જેનો નંબર જી.જે.૨૭.સી.૯૦૯૧ છે. ને આવતી જોતા તેનો પીછો કરી રોકી હતી ગાડી રોકતા ગાડીમાંથી એક ઇમસ ગાડી મૂકીને ભાગ્યો હતો. જેનો પીછો કરી તેને પકડી લેવામાં આવ્યો હતો. નામ પુછતા એક ઇસમનું નામ મનીષ કશિલાલ શર્મા રહે.નિકોલ અમદાવાદ અને બીજાનું નામ ધનરાજ કિશોરભાઇ સોલંકી (રહે.માધુપુરા અમદાવાદ) જાણવા મળ્યું હતું. ગાડી ચેક કરતાં ગાડીમાંથી ૪૪૪ નંગ ઇંગ્લિશ દારૃ અને ૪૮ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૃપિયા ૧૮૨૪૦૦ તથા ગાડીની કિંમત રૃપિયા ૨ લાખ અને મોબાઇલ ફોન મળી કુલ રૃ।.૩૮૩૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરી અને બંને આરોપી વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેડ વખતે એક કોન્સ્ટેબલને હાથમાં ઇજાઓ થવા પામી હતી.

(6:45 pm IST)