Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

આણંદમાં કલેકટર કચેરી બહારથી બાઈક ચોરાતાં ચકચાર

આણંદ: શહેરની કલેક્ટર કચેરી બહાર આવેલા ઝાડ નીચે ગત ૧૭મી તારીખના રોજ બપોરના બારેક વાગ્યાના સુમારે ધર્મેશભાઈ ભીખાભાઈ રબારીએ પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એક્યુ-૭૬૨૦નું પાર્ક કર્યું હતુ જે અડધા કલાકની અંદર જ કોઈ શખ્સ ડુપ્લીકેટ ચાવીની મદદથી લોક ખોલીને ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(6:43 pm IST)