Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

નડિયાદ-અમદાવાદ નજીક ચાલુ ટ્રેને યુવાન નીચે પટકાતા ગંભીર ઇજા

નડિયાદ:નડિયાદ-અમદાવાદ રેલવે લાઈન ઉપર ગોઠાજ સ્ટેશન નજીક આજે સવારે કી.મી.૪૫૭/૬ થી ૪૫૭/૧૦ વચ્ચે કોઈપણ ચાલુ ટ્રેનમાંથી એક અજાણ્યો યુવાનને પડી જતા ગંભીર ઈજા થઈ હતી. આ અંગેની જાણ થતા ગોઠાજ રેલવે સ્ટેશન માસ્તરે અજાણ્યા મુસાફર (ઉં.વ.૪૦)ને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. 
આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

 

(6:42 pm IST)