Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સેવાલિયા ચેક પોસ્ટ નજીક બસમાંથી પિસ્તોલ સાથે ઝડપાયેલ આરોપીના બે દિવસના રિમાન્ડ

ડાકોર:ડાકોર-ગોધરા હાઈવે સેવાલિયા ચેક પોસ્ટ પરથી એમ.પી.ની બસમાંથી એક મુસાફર પિસ્ટલ અને કારતૂસ સાથે ઝડપાયો હતો. આ આરોપીના કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. 
સેવાલિયા પોલીસ ડાકોર - ગોધરા હાઈવે પર આવેલ જૂની ચેક પોસ્ટ ઉપર વાહનોનું ચેકીંગ કરતી હતી ત્યારે મળેલ માહિતીને ધ્યાનમાં લઈ ગોધરા તરફથી આવતી બડવાણી- અમદાવાદ મધ્યપ્રદેશ પરિવહનની એસ.ટી. બસને ઊભી રખાવી મુસાફરોની તલાશી હાથ ધરવામાં આવી હતી. આ તલાશી દરમ્યાન એક મુસાફર પાસેથી પિસ્ટલ તથા કારતુસ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ ઈસમની અટક કરી પૂછપરછ કરતા સમીમ ઉલ્લાખાન અફીઉલ્લાખાન પઠાણ (રે. મધ્યપ્રદેશ)નો હોવાનું જણાવ્યં્ હતું. જેથી સેવાલિયા પોલીસે આ આરોપી ક્યાંથી પિસ્ટલ - કારતૂસ લાવ્યો હતો. કયા હેતુથી પિસ્ટલ સાથે ગુજરાતમાં આવી રહ્યો હતો. જેવી બાબતોની જાણકારી મેળવવા આરોપીની પૂછપરછ કરવા પોલીસે કોર્ટમાં રીમાન્ડ અરજી રજૂ કરીને રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા આરોપી સમીમ ઉલ્લાખાન પઠાણના બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

 

(6:42 pm IST)