Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મધ્ય અને ઉત્ત્।ર ગુજરાતમાં મેઘો મહેરબાન : સર્વત્ર ૧થી ૫ ઇંચ વરસાદ

વધઈમાં ૫ ઇંચ ખાબકયો : આહવા, શહેરા, ખંભાત અને વડોદરામાં ૪ ઈંચ : વાંસદામાં ૩.૫, ભિલોડામાં ૩ ,ખેરગામ, ધરમપુર, અમીરગઢ, અને કપરાડામાં ૨.૫ ઈંચ વરસાદ

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રમઝટ બોલાવ્યા બાદ મધ્યગુજરાત અને ઉત્ત્।ર ગુજરાતમાં મેદ્યરાજાએ એન્ટ્રી મારી છે ડાંગમાં ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે. ડાંગના વદ્યઈ અને આહવામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ સારો વરસાદ વરસ્યો છે.જયારે ઉત્ત્।ર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે

ડાંગ જિલ્લાના વધઈમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો. આહવા, શહેરા, ખંભાત અને વડોદરામાં ૪ ઈંચ. જયારે ધનસુરા અને વાંસદામાં ૩.૫ ઈંચ વરસાદ થયો હતો. ભિલોડામાં ૩ ઈંચ વરસાદ થયો હતો. ખેરગામ, ધરમપુર, અમીરગઢ, અને કપરાડામાં ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.

(3:51 pm IST)