Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મધ્ય-ઉતર અને દક્ષિણ ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

ગુજરાત ભરમાં મેઘરાજા હળવા મુડમાં: છેલ્લા ર૪ કલાકમાં : ડાંગ પંથકમાં અવિરત વરસાદના કારણે અનેક કોઝવે પાણીમાં ગરક થતા ૩૦ ગામો સંપર્ક વિહોણાઃ ભારે વરસાદની આગાહી

વાપી તા. ર૦ : રાજયભરમાં મેઘરાજાના હળવામુડ વચ્ચે રાજયના ૩ર જીલ્લાના ર૦૧ તાલુકાઓમાં ઝરમર થી ૬ ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલ છે. મેઘરાજા ગુજરાતમાં મનમુકીને વરસતા હોય તેમ પૂર્વ હોય કે મધ્ય ઉતર હોય કે દક્ષિણ ચારે બાજુ પોતાની મહેર વરસાવી રહ્યા છે.

જેને પગલે ખરા અર્થમાંં ચોમાસુ જામતું હોય તેમ  જણાય છે. એમા પણ દ.ગુજરાત પંથકના વલસાડ, નવસારી, ડાંગ, સહિતના વિસ્તારોમાંં તો મેઘો વરસી રહ્યો છ.ે એમાં પણ વલસાડ જીલ્લામાં તો છેલ્લા ૧પ દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં દ.ગુજરાત પંથકમાં ભારેથી અતીભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે. ઉપરવાસના નવા નીરને પગલે ઉકાઇડેમની જળસપાટી ૧ર,૦૦૦ કયુસેક સાથે આજે સવારે ૮ કલાકે ર૯૬.૦૯ ફુટે પહોંચી છે.

જયારે કોઝવેની જળસપાટી આજે પણ ૬.૩૪ મીટરે જ છે. જેથી હજુ પણ કોઝવેને બંધ રાખવાની ફરજ પાડી છે. ડાંગ પંથકમાં મેઘરાજાએ ફરી બેટીંગ શરૂ કરતા ફરીપાછાના કોઝવે પાણીમાં ગરક થતા ૩૦ થી ૩પ જેટલા ગામો ફરી સંપર્ક વિહોણા બન્યા છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી. માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડામાં સૌ પ્રથમ ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં ભરૂ ૩૧ મી. મી. ઝઘડીયા ૧૭ મી. મી. અને વાલિયા ૧૯ મી. મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં વાલોળ ર૧ મી. મી. અને ડોલવડા ૬ર મી. મી. વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાનાં તાલુકાઓમાં બારડોલી ૧પ મી. મી., મહુવા ૪૭ મી. મી. માંગરોળ રપ મી. મી., અને સુરત સીટી ૧પ મી. મી. તો નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૬પ મી. મી. ગણદેવી પ૦ મી. મી.  જલાલપોર ૩૧ મી.મી., ખરેગામ ૧૧ર મી.મી. નવસારી ૪૩ મી. મી. અને વાંસદા ૧૦પ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૭૬ મીમી કપરાડા ૬૩ મીમી પારડી ૬પ મીમી ઉમરગામ ર૧ મીમી વલસાડ ૧૦૧ મીમી અને અને વાપી ૩૭ મીમી તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૯૯ મીમી સુબીર ૪૪ મીમી અને વધાઇ ૧૩૪ મીમી ભારે વરસાદ નોંધાયો છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તાર અહી અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં બાવળા પ૮ મીમી કોટેજ ૪૬ મીમી ધંધુકા ૩૮ મીમી ઢોલેરા ૬૭ મીમી અને ધોળકા ૧પ મીમી વરસાદ નોંધાયેલ છે

ખેડા જીલ્લાના તાલુકાઓમાં કપડવંજ ૪૯ મીમી કઠલાલ ર૪ મીમી ખેડા ૪૪ મીમી મહેમદાબાદ ૧૩૮ મીમી મહુવા ૩૧ મીમી અને માતર ર૯ મીમી તો આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ ૯૭ મીમી અંકલાવ ૬૩ મીમી બોરસદ ૮૧ મીમી ખંભાત ૧૦૯ મીમી પેટલાદ ૮૦ મીમી સોજીત્રા ૩૬ મીમી અને તારાપુર ૬ર મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૧૧ મીમી દેસર ૧૬ મીમી પાદરા ર૮ મીમીસાવલી ર૪ મીમી વાઘોડિયા ૧૭ મીમી અનેવડોદરા ૯૭ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બાકૈલી ૩૮ મીમી છોટાઉદેપુર ૬૦ મીમી, જેતપુર પાવી-૨૪ મીમી, નસવાડી ૪૦ મીમી, તોકવાટ અને સંખેડા-૨૪-૨૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ધોધકલા ૩૬ મીમી ગોધરા ૮૦ મીમી, જાલુદવેડા ૨૨મીમી, મોરવા પપ મીમી અને સહેરા ૧૩૦ મીમી તો મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલાસિનોર ૫૩ મીમી ખાનપુર ૭૨ મીમી લુકવવાડા ૪૪ મીમી અને વિરપુર પપ મીમી વરસાદ નોંધાયેલ છે.

દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દેવગઢ બારિયા ૬૦ મીમી,  ધનપુર ૩૯ મીમી લીમખેડા ૪૧ મીમી સિદોવડ ૨૫ મીમી અને સાંજેલી ૩૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત ઉ.ગુજરાત વિસ્તારમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં હારાજ ૨૧ મીમી પાટણ ૨૪ મીમી સરસ્વતી ૩૨ મીમી, સિધ્ધપુર ૩૯ મીમી તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં દેગામ ૨૫ મીમી અને ગાંધીનગર ૨૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં સમીરગઢ-૮૮ મીમી,દાતા ૧૪૬ મીમી, દાતીવાડા ૩૫ મીમી, દિશા ૨૭ મીમી, પાલનપુર ૫૦ મીમી, અને વડગામ ૨૨ મીમી તો અરવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાયડ ૭૩ મીમી ભાલોડા ૧૧૫ મીમી, ધનસુરા ૧૨૦ મીમી, માલપુર ૬૧ મીમી, મેઘરજ ૭૫ મીમી. અને મોડાસા ૭૨ મીમી, વરસાદ નોંધાયેલ છે.

જયારે મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં બેચરાજી ૬૧ મીમી, કડી ૩૮ મીમી, ખેરાલુ પ૮મીમી, સતલાસમા ૧૧૨ મીમી, અને ઉના ૪૪ મીમી, તો સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૨૫ મીમી ઇડર ૬૯ મીમી, ખેડુબ્રહ્મ ૮૬ મીમી, પોસીના ૩૦ મીમી, તલાદે ૩૮ મીમી, વડાલી ૬૨ મીમી અને વિજયનગર ૭૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

(3:50 pm IST)