Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

એક જ પરિવારના નામે ૨૫-૨૫ ફલેટો બૂક કરી લાખોની છેતરપિંડી

વિશ્વાસ ઉભો થાય તેટલા પૂરતુ જ બાંધકામ કર્યું : ૨ મહિલા સહિત

રાજકોટ તા. ૨૦ : અમદાવાદના સેટેલાઈટમાં માણેકબાગ સોસાયટીમાં રહેતા હરેશભાઈ રામચંદ્ર શ્યામદાસાનીએ સોલા રોડ પર નંદેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશ છગનભાઈ, હર્ષાબહેન સુરેશભાઈ પટેલ, પાર્થ સુરેશભાઈ પટેલ, સોલા રોડ પર પિતૃછાયા નિરાંતપાર્ક કો.ઓ.હા.સોસાયટી વિભાગ-૧ માં રહેતા જયેશ છગનભાઈ પટેલ અને અંજુબહેન જયેશભાઈ પટેલ વિરૂદ્ઘ ગુનો નોંધાવ્યો છે.

હરેશભાઈની ફરિયાદ મુજબ આરોપીઓએ છેતરપિંડી કરવાના ઈરાદે વિશ્વાસ ડેવલોપર્સની વિશ્વાસ સિટી-૧૦ની સ્કિમ, વિશ્વાસ પ્લેટિનીયમ એન્ડ કંપનીની વિશ્વાસ સિટી-૧૨ની સ્કિમ, વૈભવી ડેવલોપર્સની વિશ્વાસ પ્લેટિનીયમ-૨ની સ્કિમવાળી જગ્યાઆના બ્રોસરો બનાવીને લોકોમાં વહેંચ્યા હતા. જેની ઓફિસ ૩૧૧ અને ૪૦૧ એપીએમ શોપિંગ મોલ સતાધાર ચાર રસ્તા પાસે ઘાટલોડીયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આરોપીઓએ લોકોનો વિશ્વાસ સંપાદન કરવા પુરતું સ્કિમોનું બાંધકામ કરીને ઊદ્ઘાટન પણ કર્યું હતું. જેમાં હરેશભાઈ અને તેમના કુટંબીજનોએ ૨૬ ફલેટો બુક કરાવ્યા હતા. જેનું પેમેન્ટ આરોપીઓે મેળવી લીધું હતું. આરોપીઓે બુક કરેલા ફલેટોની ખોટી પહોંચો અને પ્રમાણપત્રો આપીને આ સ્કિમો પુરી નહી કરી તે જગ્યાએ નવી સ્કિમો ઊભી કરીને છેતરપિંડી કરી હતી. સોલા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ જે.એસ.પટેલના જણાવ્યા મુજબ આરોપીઓે ૭૩ લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે અમે વધુ તપાસ કરી રહીયા છીએ.

(12:37 pm IST)