Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બબ્બે આંતરરાષ્ટ્રીય ગ્રુપમાં ચાઈલ્ડ પોનોગ્રાફી રેકેટ ચલાવતા સુરતના શખ્સની ધરપકડઃ વિડીયો અને ફોટોગ્રાફસ અપલોડ થતા

ડીજી કક્ષાના સીઆઈડી વડાના માર્ગદર્શનમાં સાયબર સેલનો સપાટો

રાજકોટ, તા. ૨૦ :. આંતરરાષ્ટ્રીય વોટસએપ ગ્રુપમાં ચાઈલ્ડ ફોટોગ્રાફીને લગતા વિડીયો તથા ફોટાઓ અપલોડ થઈ રહ્યાની રાજ્યના ડીજીપી કક્ષાના સીઆઈડી વડા આશિષ ભાટીયાને મળેલી બાતમી આધારે સીઆઈડીના સાયબર સેલે સુરતમાં ત્રાટકી મહમદઅનસ મહમદયુનુસ (ફેન્સી) (ઉ.વ. ૨૯)ને ઝડપી લીધો હતો.

સીઆઈડી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી દ્વારા આંતરરાષ્ટ્રીય વોટસએપ ગ્રુપ 'બ્રીકર' તથા 'ટાઈનેસ' નામના ગ્રુપમાં બાળકોની પોનોગ્રાફી અપલોડ કરતો હોવાનુ બહાર આવેલ છે. આ ગુન્હાની વિશેષ તપાસ ડીટેકટીવ પોલીસ ઈન્સ્પેકટર ડી.એસ. કોરાટ (સાયબર ક્રાઈમ સેલ) દ્વારા કરવામાં આવશે.

ચોક્કસ ઈનપુટના આધારે જેનો પર્દાફાશ થયો તેવા ચાઈલ્ડ પોનોગ્રાફી રેકેટ સંદર્ભે સીઆઈડી વડા આશિષ ભાટીયાની સૂચનાથી સુરત ઝોન પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન. ૦૪/૧૮ આઈપીસી કલમ ૨૯૨ તથા આઈપીસી કલમ ૬૭-બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ રેકેટ આંતરરાષ્ટ્રીય લેવલનું હોવાથી સીઆઈડી વડા દ્વારા ઈન્ટરપોલની મદદ પણ લેવામાં આવી હતી. મહત્વની તપાસ હોવાથી સીઆઈડીના નાયબ પોલીસ મહાનિરીક્ષક દિપાંકર ત્રિવેદીને તપાસનુ સુપરવિઝન સુપ્રત કરતો હુકમ કરવામાં આવ્યો છે.(૨-૮)

 

(3:59 pm IST)