Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઘર કે ઓફિસમાં

રોકડ રાખવાની મર્યાદા એક કરોડ કરવાની સિટની ભલામણ

અમદાવાદ તા. ૨૦ : સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) દ્વારા બ્લેક મની સંદર્ભે રોકડ રાખવાની મયાર્દાને ૨૦ લાખને બદલે રૂ. ૧ કરોડ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. 'સિટ' દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જપ્ત કરાયેલાં કાણાં નાણાંની કેશ હોલ્ડિંગ લિમિટ ઉપરની તમામ રકમ સરકારી તિજોરીમાં જવી જોઈએ. હાલની રોકડ રકમ રાખવાની મર્યાદા રૂ. ૨૦ લાખ છે.

કાળા ધન અંગે રચવામાં આવેલી સિટના અધ્યક્ષ જસ્ટીસ એમ. બી. શાહે જણાવ્યું હતું કે ૧૬ જુલાઈના રોજ ૨૦ સ્થળે પાડેલા દરોડામાં રૂ. ૧૬૦ કરોડ રોકડ તથા ૧૦૦ કિલો સોનુ વિભાગને હાથ લાગ્યું છે. તામિલનાડુ સાથે સંકળાયેલી હાઈવે કન્ટ્રકશન કંપની પર ઇન્કમટેકસ વિભાગે દરોડા પાડ્યા હતા.શાહે ઉમેર્યું હતું કે જયાં ૧૬૦ કરોડ રૂપિયા રોકડ પકડાતા હોય ત્યાં ૨૦ લાખની નકલ મર્યાદા બહુ ઓછી છે. તેથી સરકારને રોકડ રાખવાની મર્યાદા વધારી ૧ કરોડ રૂપિયા કરવા અપીલ કરવામાં આવી છે.નિયમ મુજબ જપ્ત થયેલા નાણામાંથી ૪૦ ટકા રકમ ઇન્કમટેકસ વિભાગને દંડ સ્વરૂપે ભરી બાકીનું ધન પરત મેળવી શકાય છે.(૨૧.૭)

(10:48 am IST)