Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

કોરોના થાક્યો : રાજ્યના 14 જિલ્લામાં એકપણ કેસ નહિ : રિકવરી રેટ પણ 98.04 ટકાએ પહોંચી ગયો

24 કલાકમાં રાજ્યમાં 651 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી

અમદાવાદ :કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. હવે રિકવરી રેટ પણ 98.04 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 200થી પણ ઓછા કેસ નોંધાયા છે આજે કોરોનાનાં નવા 185 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 4 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 651 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાજ્યના 14 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,032 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 651 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,06,193 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 6109 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 142 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 185 કેસની સાથે 4 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોપોરેશન 38, સુરત કોપોરેશન 27, સુરત 13, જુનાગઢ 11, વડોદરા કોપોરેશન, વડોદરા 10, દેવભૂમિ દ્વારકા 8, ગીર સોમનાથ 8, રાજકોટ કોર્પોરેશન 8, આણંદ 5, સાબરકાંઠા 5, વલસાડ 5, બનાસકાંઠા 4, જુનાગઢ કોર્પોરેશન 4, ખેડા 4, કચ્છ 4, નવસારી 4, જામનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, ભરૂચ-રાજકોટ 2-2, અમરેલી, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, જામનગર, મહીસાગર, નર્મદામાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6109 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 142 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 5967 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.04% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,20,68,302 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 1,96,382 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે

(10:23 pm IST)