Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

રાજ્યમાં સાંજ સુધીમાં 134 તાલુકામાં વરસાદ : ખેડાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ ખાબક્યો

12 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 23 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ

રાજ્યમાં સાવર્ત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં 4 વાગ્યા સુધી 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 12 તાલુકાઓમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો જ્યારે 23 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે 74 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.

  ખેડા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. જેમાં નડિયાદ, માતર, ખેડા, અને કપડવંજમાં વરસાદ ખાબક્યો હતો. મહેમદાવાદમાં મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી હતી. મહેમદાવાદમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા હતા

ખેડાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો છે. ખેડામાં 3.4 ઈંચ, અમદાવાદના માંડલમાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો છે, ખેડાના માતરમાં 2.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 2 ઈંચ અને ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

(8:51 pm IST)