Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીના માર્ગદર્શનમાં ' રાષ્ટ્રીય e- ચિંતન' સત્ર યોજાયું

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી જોડાયા

 ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના માર્ગદર્શનમાં નવી દિલ્હીથી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા 'રાષ્ટ્રીય e-ચિંતન' સત્ર યોજાયું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી વિડીયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી જોડાયા હતા.
 ભાજપાના પ્રશિક્ષણ વિભાગ અંતર્ગત  આયોજિત રાષ્ટ્રીય e- ચિંતન સત્રમાં 'NDA સરકારની સાત વર્ષની મૌલિક અને વૈચારિક ઉપલબ્ધિયા' વિષય ઉપર ભાજપાના જનરલ સેક્રેટરી  દુષ્યંત ગૌતમજી, રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારો તેમજ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના વિચારો રજૂ કરીને ચિંતન- મનન કર્યું હતું.

(4:58 pm IST)